
ભુજ, તા. 28-11-2024
ઈનર વ્હીલ ક્લબ ઓફ ભુજના શ્રીમતી સુનંદાબેન વસા અને જયંતભાઈ વસા તરફથી માનવસેવાના કાર્યોમાં મદદરૂપ થવા અર્થે LNM લાયન્સ હોસ્પિટલને રૂા. 11,000/- નું દાન અર્પણ કરવામાં આવ્યું હતું.
દાન અર્પણ કરતી વખતે નીરંજનાબેન ઠક્કર, ગોપીબેન રાઠોડ, ગીતાબેન ઠક્કર, સુષ્માબેન પંડ્યા, ઈનરવ્હીલ ક્લબ ઓફ ભુજના પ્રેસિડેન્ટ શીલાબેન ભટ્ટ, કમલાબેન વ્યાસ ઉપસ્થિત રહ્યા હતા.
દાનની રકમ હોસ્પિટલ વતી MJF લાયન અભય શાહ દ્વારા સ્વિકારવામાં આવી હતી અને દાતાશ્રીનો આભાર માનેલ.