
ભુજ, તા. 03-01-2025
પૂજયનીય શ્રી કાંતિસેન શ્રોફ (કાકા)ની 102મી જન્મજયંતિ નિમિત્તે તેઓના આત્મશ્રેયાર્થે એગ્રોસેલ ઈન્ડસ્ટ્રીઝ પ્રા.લિ. ભુજોડી તરફથી લાયન્સ હોસ્પિટલને ડાયાલિસીસ મશીનનું દાન રૂા. 7,50,000/- મળેલ છે. જેનો લોકાર્પણ સમારોહ લાયન્સ હોસ્પિટલ ભુજ મધ્યે યોજાઈ ગયો.
શ્રી દિપેશભાઈ અને તેમની સમગ્ર ટીમ આજના કાર્યક્રમમાં ઉપસ્થિત રહી હતી. તેઓએ હોસ્પિટલના તમામ વિભાગોની મુલાકાત લીધી હતી. હોસ્પિટલની સેવાકીય પ્રવૃત્તિથી સૌ ખૂબ જ પ્રભાવિત થાય હતા. ખાસ કરીને હોસ્પિટલની ચોખ્ખાઈને તેઓએ બિરદાવી હતી.
આ કાર્યક્રમમાં એગ્રોસેલ ઈન્ડસ્ટ્રીઝ પ્રા.લિ.ના ડિરેક્ટર્સશ્રીઓ શ્રી દિપેશભાઈ શ્રોફ શ્રીમતી પ્રીતિબેન દિપેશભાઈ શ્રોફ (ચેરમેન એગ્રોસેલ ફાઉન્ડેશન), શ્રી અમીબેન શ્રોફ, શ્રી ચૈતન્યભાઈ શ્રોફ, શ્રીમતી શિવાનીબેન ચૈતન્યભાઈ શ્રોફ, MJF લાયન રાજેન્દ્ર બી. શાહ, શ્રી યોગેન્દ્રસિંહ, શ્રી રાણાજી સોઢા, શ્રી ખુશાલભાઈ ભાનાણી, શ્રી રાજીવભાઈ ભટ્ટ, શ્રી વિશાલભાઈ મકવાણા, શ્રીમતી વર્ષાબેન રાજેન્દ્રભાઈ શાહ (લાયન્સ ક્લબ ઓફ અંજાર), શ્રી અરવિંદભાઈ મહાબોધી, શ્રી જીગરભાઈ વૈદ્ય, શ્રી મગનભાઈ મકવાણા, ઉત્કંઠાબેન ધોળકીયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
સ્વગત પ્રવચન લાયન્સ ક્લબ ઓફ ભુજના પ્રેસિડેન્ટ લાયન અજીતસિંહ રાઠોડે કર્યું હતું. હોસ્પિટલના ચેરમેન MJF લાયન ભરત મહેતાએ હોસ્પિટલમાં ચાલતી ફ્રી કિડની ડાયાલિસિસ, ફ્રી આંખના મોતિયાના ઓપરેશન, ડેન્ટલ ડિપાર્ટમેન્ટ, ઓડિયોમેટ્રી ડિપાર્ટમેન્ટ, જનરલ ઓપીડી, પેથોલોજી લેબોરેટરી, એમ્બ્યુલન્સ વગેરે સેવાકીય પ્રવૃત્તિઓથી સર્વેને વાકેફ કર્યા હતા અને ફ્રી કિડની ડાયાલિસિસ કરાવતાં દર્દીઓના પરિવાર વતી દાતાશ્રીનો દિલથી આભાર માન્યો હતો.
તેઓએ જણાવ્યું હતું કે, છેલ્લા 20 વર્ષથી લાયન્સ હોસ્પિટલ કિડનીના દર્દીઓને ફ્રી ડાયાલિસિસની સેવા આપી રહી છે. અત્યાર સુધી 1,90,000 થી વધુ ફ્રી ડાયાલિસિસ અહીં પૂર્ણ કરવામાં આવ્યાં છે. કચ્છના અલગ અલગ ગામોમાંથી 150 થી વધુ દર્દીઓ નિયમિત અહીં ડાયાલિસિસ કરાવવા આવે છે.
આજના કાર્યક્રમમાં પ્રોજેક્ટ કો-ઓર્ડિનેટર શ્રી બિરેનભાઈ બ્રહ્માએ સેવા આપી હતી. તેમજ લાયન મેમ્બરમાં લાયન મીના મહેતા, લાયન નવીન મહેતા, લાયન અનુપ કોટક વગેરે ઉપસ્થિત રહ્યા હતા. આભાર વિધિ લાયન નવીન મહેતા તેમજ કાર્યક્રમનું સંચાલન લાયન અભય શાહે કર્યું હતું.