
ભુજ, તા. 20-11-2024
શ્રી કાંતિભાઈ માવજી ગામી અને શ્રીમતી મંજુલાબેન કાંતિ ગામી પરિવાર (UK-કેરા) તરફથી પિતાશ્રી અ.નિ. માવજી ધનજી ગામી, માતૃશ્રી અ.નિ. વાલબાઈ માવજી ગામી, સસરા અ.નિ. કાનજી લાલજી કેરાઈ અને સાસુ અ.નિ. ધનબાઈ કાનજી કેરાઈના આત્મશ્રેયાર્થે ભુજ લાયન્સ હોસ્પીટલને એક ડાયાલિસીસ મશીનનું દાન રૂા. 7,50,000/- મળેલ છે. જેનો લોકાર્પણ સમારોહ LNM લાયન્સ હોસ્પિટલ મધ્યે યોજાઈ ગયો.
કાર્યક્રમમાં શ્રી જીતેશભાઈ કાંતિ ગામી, શ્રી પ્રેમજી માવજી ગામી, શ્રી ધીરજલાલ રામજી લાધાણી, શ્રીમતી રતનબેન વિશ્રામ રાબડીયા, શ્રી સુરેશ લાલજી ભુવા , શ્રી ધનજી મુરજી વેકરીયા, શ્રી મનસુખભાઈ ધનજી વેકરીયા, શ્રી રમેશભાઈ માવજી હરસીયાણી, શ્રી પ્રેમજી કેસરા કેરાઈ, લાયન કુંવરજી અરજણ કેરાઈ, લાયન કુંવરજી દેવરાજ વેકરીયા, શ્રી માવજી વાલજી પીંડોરીયા, શ્રી માધુભાઈ રામજી નાદાણી, શ્રી દિલીપભાઈ લાલજી વેકરીયા, શ્રી લક્ષ્મણભાઈ વાલજી પાંચાણી, શ્રી વાલજી નારાણ હિરાણી, શ્રી લક્ષ્મણભાઈ પ્રેમજી રાબડીયા, શ્રી નવીનભાઈ રામજી પાંચાણી, ગં.સ્વ. કસ્તુરબેન રામજી પાંચાણી, શ્રી જાદવજી મેઘજી હાલાઈ, શ્રી અનિલભાઈ મેઘજી હાલાઈ, શ્રી વિશ્રામભાઈ રામજી રાબડીયા, શ્રી જેઠાભાઈ સેવાણી, શ્રીમતી ગૌરીબેન જીતેશ ગામી, શ્રીમતી કોમલબેન મિનેષ ભુવા, જીયા, ધરમ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. લાયન્સ ક્લબ ઓફ ભુજમાંથી લાયન શૈલેન્દ્ર રાવલ, લાયન રોહિત જોષી વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
સ્વગત પ્રવચન લાયન્સ ક્લબ ઓફ ભુજના પ્રેસિડેન્ટ MJF લાયન અજીતસિંહ રાઠોડે કર્યું હતું. હોસ્પિટલના ટ્રસ્ટી અને ફર્સ્ટ વાઈસ ડિસ્ટ્રીક્ટ ગવર્નર MJF લાયન અભય શાહે હોસ્પિટલની સેવાકીય પ્રવૃત્તિઓથી સર્વેને વાકેફ કર્યા હતા. અને ફ્રી કિડની ડાયાલિસિસ કરાવતાં દર્દીઓના પરિવાર વતી દાતાશ્રીનો દિલથી આભાર માન્યો હતો. તેઓએ જણાવ્યું હતું કે, છેલ્લા 20 વર્ષથી લાયન્સ હોસ્પિટલ કિડનીના દર્દીઓને ફ્રી ડાયાલિસિસની સેવા આપી રહી છે. અત્યાર સુધી 1,82,000 થી વધુ ફ્રી ડાયાલિસિસ અહીં પૂર્ણ કરવામાં આવ્યાં છે. કચ્છના અલગ અલગ ગામોમાંથી 150 થી વધુ દર્દીઓ નિયમિત અહીં ડાયાલિસિસ કરાવવા આવે છે.
આભાર વિધિ લાયન નવીન મહેતા તેમજ કાર્યક્રમનું સંચાલન લાયન ચેતન ચૌહાણે કર્યું હતું.