
ભુજ, તા. 14-12-2024
દાતાશ્રી ખીમજીભાઈ જાદવા વસ્તાણી (કેરા-નૈરોબી) તરફથી અ.નિ. કાનજીભાઈ રવજી વસ્તાણી, અ.નિ. રતનબાઈ કાનજી વસ્તાણી, અ.નિ. વિનય ખીમજી વસ્તાણીના આત્મશ્રેયાર્થે લાયન્સ હોસ્પિટલ ભુજ મધ્યે કચ્છના આંખના 102 જરૂરીયાતમંદ દર્દીઓના ફ્રી ઓપરેશન કરાવાયાં. જેના ત્રિદિવસીય આઈ કેમ્પ નં. 193 નું આયોજન હોસ્પિટલ મધ્યે કરવામાં આવ્યું. ખીમજીભાઈ તાજેતરમાં જ એક આઈ કેમ્પમાં આમંત્રિત થયેલ ત્યારે તેઓએ સૌપ્રથમ વખત હોસ્પિટલની પ્રવૃત્તિઓ નિહાળી. અહીંની સેવાપ્રવૃત્તિથી તેઓ ખૂબ જ પ્રભાવિત થયા અને તુરત જ તેમણે પોતાના તરફથી પણ ફ્રી આઈ કેમ્પ કરાવવાની જાહેરાત કરેલ.
કાર્યક્રમમાં શ્રી જાદવાભાઈ કાનજી વસ્તાણી, શ્રીમતી કાનબાઈ જાદવા વસ્તાણી, શ્રીમતી કાંતાબેન ખીમજી વસ્તાણી, શ્રી હેતલભાઈ ખીમજી વસ્તાણી, ચિ. ભાગ્યશ્રી મનજી કેરાઈ, શ્રી વાલબાઈ ખીમજી વેકરીયા, શ્રી ખીમજીભાઈ લખમણ વેકરીયા, શ્રીમતી પાયલબેન નિર્મલ કેરાઈ, શ્રી નિર્મલભાઈ લાલજી કેરાઈ વગેરે ઉપસ્થિત રહ્યા હતાં. તેમજ દાતાશ્રી દ્વારા આમંત્રિત મહેમાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
લાયન્સ ક્લબ ઓફ ભુજ ક્વિન્સના પ્રેસિડેન્ટ MJF લાયન કમલબેન જોષીએ સ્વાગત પ્રવચન તેમજ હોસ્પિટલના ચેરમેન MJF લાયન ભરત મહેતા સર્વેને હોસ્પિટલની પ્રવૃત્તિઓ વિશે વિગતવાર માહિતી આપી હતી. લાયન્સ ક્લબ ઓફ ભુજ ક્વિન્સ દ્વારા યોજાયેલા આજના પ્રોજેક્ટના ચેરમેન લાયન નયના શૈલેષ માણેકે સેવા આપી હતી. લાયન્સ ક્લબ ઓફ ભુજમાંથી વિપુલ જેઠી, લાયન નવીન મહેતા, લાયન મનસુખ શાહ, લાયન હીરજી વરસાણી, લાયન શૈલેષ ઠક્કર, લાયન શૈલેષ માણેક ભુજ ક્વિન્સમાંથી લાયન રીટાબેન છાટપાર, નયનાબેન કંસારા, ગીતાબેન ઠક્કર, હેમાબેન ભટ્ટ, દમયંતીબેન પીનારા, બ્રિજલ ભાનાણી, ઉષાબેન પરદેશી તેમજ અન્ય લાયન મેમ્બર્સ અને આંખના ઓપરેશન કરાવવા આવનાર દર્દીઓના સગા અને ડાયાલિસિસ કરાવતા દર્દીઓના સગા પણ ઉપસ્થિત રહ્યા હતા.
સર્વેએ હોસ્પિટલના તમામ વિભાગોની મુલાકાત લીધી હતી. હોસ્પિટલની સેવાકીય પ્રવૃત્તિ નિહાળી સૌ પ્રભાવિત થયા હતા. હોસ્પિટલની પરંપરા પ્રમાણે દાતા પરિવારનું પાઘડી, શાલ, સન્માનપત્ર તથા મોમેન્ટોથી સ્વાગત કરાયું હતું. જ્યારે અન્ય ઉપસ્થિત તમામ મહેમાનોનું શાલ અને મોમેન્ટોથી સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનું સંચાલન લાયન અભય શાહ અને આભાર વિધિ રેશ્માબેન ઝવેરીએ કરી હતી.