
ભુજ, તા.05-10-2024
માતૃશ્રી સ્વ. ખીમીબેન ભીમાભાઈ હુંબલ પરિવાર , ગાંધીધામ તરફથી હસ્તે જખાભાઈ હુંબલ, બાબુભાઈ હુંબલ શ્રી રામ ગ્રુપ ગાંધીધામ તરફથી એક ડાયાલિસિસ મશીન માટે રૂ. 750,000/- નું ડોનેશન તથા લાયન્સ હોસ્પિટલ ભુજ મધ્યે 100 આંખના દર્દીઓના ફ્રી ઓપરેશન કરાવાયાં. જેના ત્રિદિવસીય આઈ કેમ્પ નં. 188 નું આયોજન હોસ્પિટલ મધ્યે કરવામાં આવ્યું. અને ડાયાલિસિસ મશીનનો લોકાર્પણ સમારોહ પણ યોજાયો.
આ સમગ્ર ડોનેશન સ્વ. ખીમીબેન ભીમાભાઈ હુંબલ, સ્વ. ભીમાભાઈ હમીરભાઈ હુંબલ, સ્વ. ગગુભાઈ પેથાભાઈ મ્યાત્રાના આત્મશ્રેયાર્થે કરવામાં આવેલ હતું.
કાર્યક્રમમાં ગં. સ્વ. જખુબેન ગગુભાઈ મ્યાત્રા, શ્રી શિવજીભાઈ આહીર (પ્રમુખશ્રી, કચ્છ જિલ્લા સહકારી સંઘ), શ્રી કમલભાઈ એ. ડી. મહેતા (પ્રમુખશ્રી, આરાધનાભવન જૈન સંઘ), શ્રી જીગરભાઈ છેડા (પ્રમુખશ્રી, શ્રી સર્વ સેવા સંઘ કચ્છ-ભુજ), શ્રી રાણાભાઈ રવાભાઈ ડાંગર (સામાજિક અગ્રણી), શ્રી હમીરભાઈ ડાંગર (સામાજિક અગ્રણી), ડો. દેવેન્દ્રભાઈ ડાંગર (બાળરોગ નિષ્ણાંત), શ્રી રણછોડભાઈ ગોપાલભાઈ ડાંગર (સામાજિક અગ્રણી), શ્રીમતી ડાઈબેન જખાભાઈ હુંબલ, શ્રીમતી અલ્કાબેન રમેશભાઈ મ્યાત્રા, શ્રીમતી હિરલબેન દેવેન્દ્ર ડાંગર, શ્રીમતી નીરૂબેન દુર્ગેશ હુંબલ, ઉપસ્થિત રહ્યા હતાં.

લાયન્સ ક્લબ ઓફ ભુજના પ્રેસિડેન્ટ MJF લાયન અજીતસિંહ રાઠોડે સ્વાગત પ્રવચન કર્યું હતું. હોસ્પિટલના ચેરમેન MJF લાયન ભરત મહેતાએ સર્વેને હોસ્પિટલની પ્રવૃત્તિઓ વિશે વિગતવાર માહિતી આપી હતી.
લાયન્સ ક્લબ ઓફ ભુજમાંથી લાયન મેમ્બર લાયન અભય શાહ, લાયન શૈલેન્દ્ર રાવલ, લાયન વિપુલ જેઠી, લાયન ઈશાન ટાંક, લાયન મનસુખ શાહ, તેમજ અન્ય લાયન મેમ્બર્સ અને આંખના ઓપરેશન કરાવવા આવનાર દર્દીઓના સગા અને ડાયાલિસિસ કરાવતા દર્દીઓના સગા પણ ઉપસ્થિત રહ્યા હતા.
સર્વેએ હોસ્પિટલના તમામ વિભાગોની મુલાકાત લીધી હતી. હોસ્પિટલની સેવાકીય પ્રવૃત્તિ નિહાળી સૌ પ્રભાવિત થયા હતા. હોસ્પિટલની પરંપરા પ્રમાણે દાતા પરિવારનું પાઘડી, શાલ, સન્માનપત્ર તથા મોમેન્ટોથી સ્વાગત કરાયું હતું. જ્યારે અન્ય ઉપસ્થિત તમામ મહેમાનોનું શાલ અને મોમેન્ટોથી સન્માન કરવામાં આવ્યું હતું. લાયન નવીન મહેતાએ આભાર વિધિ કરી હતી. અને કાર્યક્રમનું સંચાલન લાયન પ્રફુલ શાહે કર્યું હતું.