
ભુજ, તા. 20-06-2024
શ્રી વિસનજીભાઈ ઠક્કર છેલ્લા ઘણાં વર્ષોથી કિડની ડાયાલિસિસના દર્દીઓ માટે ડોનેશન મેળવવાનું કાર્ય કરી રહ્યાં છે. તેઓ શહેરમાં અલગ અલગ લોકોને મળીને કિડનીના દર્દીઓની વ્યથા વિશે જાગૃત કરે છે અને તેઓને યથાશક્તિ દાન કરવા પ્રેરિત કરે છે. આ ડોનેશનની રકમ એકત્રિત કરી તેઓ LNM લાયન્સ હોસ્પિટલને અર્પણ કરે છે. અત્યાર સુધીમાં તેઓએ કુલ રૂપિયા 17,46,250/- નું દાન એકત્રિત કરી હોસ્પિટલને અર્પણ કરી ચુક્યા છે.
આજે તેઓએ રૂ. 15600/-નું દાન હોસ્પિટલને અર્પણ કર્યું હતું. દાન અર્પણ કરતી વખતે તેમની સાથે દિવ્યાબેન ઠક્કર ઉપસ્થિત રહ્યા હતા. આ દાનની રકમ હોસ્પિટલ વતી MJF લાયન ભરત એ. ડી. મહેતા અને MJF લાયન અભય શાહ દ્વારા સ્વિકારવામાં આવેલ અને દાતાશ્રીનો આભાર માનેલ.