
ભુજ, તા. 07-03-2024
લંડન નિવાસી અને વેકરાના વતની એવા ભંડેરી પરિવાર તરફથી પરદાદા અ.નિ. માવજીભાઈ દેવજી ભંડેરી, પરદાદી અ.નિ. રામબાઈ માવજી ભંડેરી, દાદાશ્રી અ.નિ. મનજીભાઈ માવજી ભંડેરી, અ.નિ. દક્ષાબેન નરેન્દ્ર ભંડેરીના આત્મશ્રેયાર્થે LNM લાયન્સ હોસ્પિટલ ભુજ મધ્યે 174 મા ફ્રી મેગા આઈ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. ચાર દિવસીય આ કેમ્પમાં કચ્છ જિલ્લાના અલગ ગામોમાંથી આવેલા 116 જરૂરીયાતમંદ દર્દીઓના આંખના ફ્રી ઓપરેશન કરાવાયાં.
કાર્યક્રમમાં શ્રી સ્વામિનારાયણ મંદિર ભુજના સંતશ્રી લક્ષ્મણ પ્રકાશ દાસજી, સંતશ્રી ઘનશ્યામસેવક દાસજી, સંતશ્રી સુવ્રતમુનિ દાસજી ઉપસ્થિત રહ્યા હતા. સંતશ્રીઓ અને દાતા પરિવારના ગં.સ્વ. લાલબાઈ મનજી ભંડેરી , શ્રી નરેન્દ્રભાઈ મનજી ભંડેરી અને શ્રીમતી મિતીક્ષાબેન નરેન્દ્ર ભંડેરી અને મહેમાનોએ દિપ પ્રાગટ્ય કરી કેમ્પને ખૂલ્લો મૂક્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે, ભંડેરી પરિવારના નાના બાળકો ધિયાન, અનુષ, રસિકભાઈ ભંડેરી અને પ્રિનાબેન હિરાણી તમામે પોતાની પોકેટ મનીમાંથી બચાવેલી બચત ભેગી કરીને આ કેમ્પ માટે ડોનેશન કર્યું હતું.
સર્વેએ હોસ્પિટલના તમામ વિભાગોની મુલાકાત લીધી હતી. હોસ્પિટલની સેવાકીય પ્રવૃત્તિ નિહાળી સૌ પ્રભાવિત થયા હતા. લાયન શૈલેષ માણેકે હોસ્પિટલ અને લાયન્સ ક્લબ ઓફ ભુજ દ્વારા ચાલતી સેવાકીય પ્રવૃત્તિઓથી સૌને માહિતગાર કર્યા હતા. હોસ્પિટલની પરંપરા પ્રમાણે દાતા પરિવારનું પાઘડી, શાલ, સન્માનપત્ર તથા મોમેન્ટોથી સ્વાગત કરાયું હતું. જ્યારે અન્ય ઉપસ્થિત તમામ મહેમાનોનું શાલ અને મોમેન્ટોથી સન્માન કરવામાં આવ્યું હતું.
કચ્છ જિલ્લાના અલગ અલગ ગામોમાં હોસ્પિટલની ટીમ દ્વારા ફ્રી આઈ ચેક કેમ્પનું આયોજન કરી સેંકડો લોકોના ચેક અપ બાદ આ દર્દીઓને ઓપરેશનની તાતી જરૂરિયાત જણાતાં તેઓને લાયન્સ હોસ્પિટલ ભુજ મધ્યે ફ્રી ઓપરેશન કરાવવા માટે બોલાવવામાં આવ્યા હતા.
કાર્યક્રમમાં શ્રી વિશ્રામભાઈ ધનજી રાબડીયા, શ્રીમતી સુંદરબેન વિશ્રામ રાબડીયા, શ્રી દેવરાજભાઈ રામજી કેરાઈ, શ્રીમતી રાધાબેન દેવરાજ કેરાઈ, શ્રી વિનોદભાઈ મનજી હાલાઈ, શ્રીમતી કાનબાઈ મનજી હાલાઈ, શ્રી કલ્યાણભાઈ રવજી રાબડીયા, શ્રી રામજીભાઈ રવજી રાબડીયા, શ્રીમતી મંજુલાબેન દિનેશ કારા, ખુશીબેન દિનેશ કારા, શ્રી ધીરજભાઈ રાબડીયા (યુ.કે.), દર્શ સુરેશ પીંડોયીરા, શ્રી અરવિંદભાઈ લાલજી મહેશ્વરી વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
પ્રોજેક્ટ કો-ઓર્ડિનેટર તરીકે લાયન શૈલેષ માણેકે સેવા આપી હતી. કાર્યક્રમનું સંચાલન લાયન પ્રફુલ શાહ અને આભાર વિધિ લાયન શૈલેષ ઠક્કરે કરી હતી. લાયન્સ ક્લબ ઓફ ભુજના લાયન હીરજી વરસાણી, લાયન શૈલેન્દ્ર રાવલ, લાયન વ્યોમા મહેતા તેમજ અન્ય લાયન મેમ્બર્સ અને આંખના ઓપરેશન કરાવવા આવનાર દર્દીઓના સગા અને ડાયાલિસિસ કરાવતા દર્દીઓના સગા પણ ઉપસ્થિત રહ્યા હતા.