
ભુજ, તા. 14-12-2024
દાતાશ્રી સીવજીભાઈ વીરજી કેરાઈ શ્રીમતી વાલબાઈ સીવજી કેરાઈ (નારાણપર-ઓસ્ટ્રેલિયા) તરફથી અ.નિ. વીરજીભાઈ કુંવરજી કેરાઈ, અ.નિ. તેજબાઈ વીરજી કેરાઈના આત્મશ્રેયાર્થે લાયન્સ હોસ્પિટલ ભુજ મધ્યે કચ્છના આંખના 99 જરૂરીયાતમંદ દર્દીઓના ફ્રી ઓપરેશન કરાવાયાં. જેના ત્રિદિવસીય આઈ કેમ્પ નં. 194 નું આયોજન હોસ્પિટલ મધ્યે કરવામાં આવ્યું. શિવજીભાઈએ ભુતકાળમાં પણ હોસ્પિટલને એક ડાયાલિસિસ મશીનની ભેટ આપેલ છે.
કાર્યક્રમમાં શ્રી લાલજીભાઈ સીવજી કેરાઈ, શ્રીમતી જશુબેન લાલજી કેરાઈ, પૌત્ર – શ્રી દિનેશભાઈ લાલજી કેરાઈ, શ્રીમતી ગીતાબેન દિનેશ કેરાઈ, પુત્રી – શ્રીમતી અમરતબેન ધનજી વરસાણી, શ્રી ધનજીભાઈ મનજી વરસાણી, પૌત્રી – શ્રીમતી અંજના જયેશ ભુડીયા, શ્રી જયેશભાઈ માધવજી ભુડીયા, શ્રી કરસનભાઈ સીવજી કેરાઈ, શ્રીમતી પુષ્પાબેન કરસન કેરાઈ, પૌત્ર – શ્રી વિનેશભાઈ કરસન કેરાઈ, શ્રીમતી પ્રિયંકાબેન વિનેશ કેરાઈ, પુત્રી – શ્રીમતી ચંદ્રિકાબેન લક્ષ્મણ શિયાણી, શ્રી લક્ષ્મણભાઈ વિશ્રામ શિયાણી, પૌત્રી – શ્રીમતી પ્રિયલ અલ્પેશ લાધાણી, શ્રી અલ્પેશભાઈ વિશ્રામ લાધાણી, પરપૌત્ર – મયંક, નિરવ, રોનક, હરીશ્રી વગેરે ઉપસ્થિત રહ્યા હતાં. તેમજ દાતાશ્રી દ્વારા આમંત્રિત મહેમાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
આજના પ્રોજેક્ટ કો-ઓર્ડિનેટર અને લાયન્સ ક્લબ ઓફ ભુજના લાયન શૈલેષભાઈ ઠક્કરે સ્વાગત પ્રવચન તેમજ હોસ્પિટલના ચેરમેન MJF લાયન ભરત મહેતા સર્વેને હોસ્પિટલની પ્રવૃત્તિઓ વિશે વિગતવાર માહિતી આપી હતી. લાયન્સ ક્લબ ઓફ ભુજમાંથી લાયન નવીન મહેતા, લાયન મનસુખ શાહ, લાયન શૈલેષ માણેક, લાયન રોહિત જોષી તેમજ અન્ય લાયન મેમ્બર્સ અને આંખના ઓપરેશન કરાવવા આવનાર દર્દીઓના સગા અને ડાયાલિસિસ કરાવતા દર્દીઓના સગા પણ ઉપસ્થિત રહ્યા હતા.
સર્વેએ હોસ્પિટલના તમામ વિભાગોની મુલાકાત લીધી હતી. હોસ્પિટલની સેવાકીય પ્રવૃત્તિ નિહાળી સૌ પ્રભાવિત થયા હતા. હોસ્પિટલની પરંપરા પ્રમાણે દાતા પરિવારનું પાઘડી, શાલ, સન્માનપત્ર તથા મોમેન્ટોથી સ્વાગત કરાયું હતું. જ્યારે અન્ય ઉપસ્થિત તમામ મહેમાનોનું શાલ અને મોમેન્ટોથી સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનું સંચાલન લાયન અભય શાહ અને આભાર વિધિ લાયન શૈલેન્દ્ર રાવલે કરી હતી.