
ભુજ
સ્વ. ખીમજીભાઈ રામજી કેરાઈ-સાપરીયા, સ્વ. વાલબાઈ ખીમજી કેરાઈ-સાપરીયા, સ્વ. કસ્તુરબેન ખીમજી કેરાઈ-સાપરીયા (નારાણપર પસાયતી) ના આત્મશ્રેયાર્થે પરિવારજનો તરફથી હસ્તે પુત્રી શ્રીમતી શાંતાબેન શિવજી પટેલ (હિરાણી) દ્વારા એક ડાયાલિસિસ મશીન માટે રૂ. 750,000/- નું ડોનેશન અને 184 મો ફ્રી મેગા આઈ ઓપરેશન કેમ્પ યોજાઈ ગયો. જેમાં આંખના 103 જરૂરીયાતમંદ દર્દીઓના ફ્રી ઓપરેશન કરવામાં આવ્યાં. ફ્રી આઈ કેમ્પ અને ડાયાલિસિસ મશીનનું લોકાર્પણ કાર્યક્રમ લાયન્સ હોસ્પિટલ ભુજ મધ્યે યોજાયો
અત્રે ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ આ પરિવાર દ્વારા આંખનો એક કેમ્પ કરાવવામાં આવ્યો હતો. હોસ્પિટલની સેવાકીય પ્રવૃત્તિઓથી પ્રભાવિત થઈ તેઓને ફરીથી ડોનેશન કરવા પ્રેરણા મળેલ. દાતા પરિવારના શ્રી ગોપાલભાઈ ખીમજી કેરાઈ (સાપરીયા) – પુત્ર, શ્રીમતી પુષ્પાબેન જાદવા હિરાણી – પુત્રી, શ્રીમતી રાધાબેન ચંદુભાઈ ભુડીયા – પુત્રી, શ્રીમતી ધનલક્ષ્મીબેન પરબત વેકરીયા – પુત્રી યુ.કે.માં નિવાસ કરે છે.
કાર્યક્રમમાં શ્રી શિવજીભાઈ લાલજી પટેલ (હિરાણી), શ્રીમતી શાંતાબેન શિવજી પટેલ (હિરાણી), શ્રી રમેશભાઈ પટેલ (હિરાણી), શ્રીમતી કાંતાબેન પટેલ (હિરાણી), શ્રી નિકુલભાઈ પટેલ (હિરાણી), શ્રી વિવેકભાઈ પટેલ (ઠાકરાણી), શ્રીમતી મીનાબેન પટેલ (ઠાકરાણી), શ્રી ગોપાલભાઈ પટેલ (ઠાકરાણી), શ્રીમતી ધનુબેન પટેલ (ઠાકરાણી), શ્રી જગદીશભાઈ દરજી તેમજ પરિવારના અન્ય મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા.
લાયન્સ ક્લબ ઓફ ભુજના પ્રેસિડેન્ટ MJF લાયન અજીતસિંહ રાઠોડે સ્વાગત પ્રવચન કર્યું હતું. હોસ્પિટલના ટ્રસ્ટી અને ફર્સ્ટ વાઈસ ડિસ્ટ્રીક્ટ ગવર્નર MJF લાયન અભય શાહે સર્વેને હોસ્પિટલની પ્રવૃત્તિઓ વિશે વિગતવાર માહિતી આપી હતી.
લાયન નવીન મહેતા, લાયન અનુપ કોટક, લાયન શૈલેષ ઠક્કર, લાયન શૈલેષ માણેક, લાયન ઈશાન ટાંક વગેરે લાયન મેમ્બર ઉપસ્થિત રહ્યા હતા. અન્ય લાયન મેમ્બર્સ અને આંખના ઓપરેશન કરાવવા આવનાર દર્દીઓના સગા અને ડાયાલિસિસ કરાવતા દર્દીઓના સગા પણ ઉપસ્થિત રહ્યા હતા.
વગેરે લાયન મેમ્બર ઉપસ્થિત રહ્યા હતા. અન્ય લાયન મેમ્બર્સ અને આંખના ઓપરેશન કરાવવા આવનાર દર્દીઓના સગા અને ડાયાલિસિસ કરાવતા દર્દીઓના સગા પણ ઉપસ્થિત રહ્યા હતા.