
ભુજ, તા. 13-01-2025
અ.નિ. લાલજીભાઈ કરસન પટેલ-હિરાણીના આત્મશ્રેયાર્થે દાતાશ્રી શામબાઈ લાલજી પટેલ-હિરાણી (મીરઝાપર-USA) તરફથી લાયન્સ હોસ્પિટલને ડાયાલિસીસ મશીનનું દાન રૂા. 7,50,000/- મળેલ છે. જેનો લોકાર્પણ સમારોહ લાયન્સ ગવર્નરની ઉપસ્થિતિમાં લાયન્સ હોસ્પિટલ ભુજ મધ્યે યોજાઈ ગયો.
આજના કાર્યક્રમમાં શ્રી નારણભાઈ લાલજી મેઘાણી, શ્રીમતી રાધાબેન નારણ મેઘાણી, શ્રી વાલજીભાઈ પીંડોરીયા, શ્રીમતી પ્રેમિલાબેન પીંડોરીયા, શ્રી વિનોદભાઈ વરસાણી, શ્રીમતી શાંતાબેન વરસાણી, શ્રી જીતેન્દ્રભાઈ પીંડોરીયા, શ્રીમતી નીતાબેન પીંડોરીયા, શ્રી સુરેશભાઈ વાલજી હિરાણી, શ્રી ભાનુભાઈ સુરેશ હિરાણી, ડો. મિતુલભાઈ હિરાણી, ડો. ભૂમિબેન મિતુલ હિરાણી, શ્રી રામજીભાઈ વાલજી રાબડિયા, શ્રીમતી કાંતાબેન રામજી રાબડિયા, શ્રી સુનિલભાઈ મનજી પીંડોરીયા, શ્રીમતી રમીલાબેન સુનિલ પીંડોરીયા, શ્રી રવજીભાઈ કાનજી ગોરસીયા, શ્રી ધનસુખભાઈ ગોવિંદ હિરાણી, શ્રીમતી હંસાબેન ધનસુખ હિરાણી, શ્રી અરવિંદભાઈ પિંડોરીયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
સ્વગત પ્રવચન લાયન્સ ક્લબ ઓફ ભુજના પ્રેસિડેન્ટ લાયન અજીતસિંહ રાઠોડે કર્યું હતું. હોસ્પિટલના ચેરમેન MJF લાયન ડો. ભરત મહેતાએ હોસ્પિટલમાં ચાલતી ફ્રી કિડની ડાયાલિસિસ, ફ્રી આંખના મોતિયાના ઓપરેશન, ડેન્ટલ ડિપાર્ટમેન્ટ, ઓડિયોમેટ્રી ડિપાર્ટમેન્ટ, જનરલ ઓપીડી, પેથોલોજી લેબોરેટરી, એમ્બ્યુલન્સ વગેરે સેવાકીય પ્રવૃત્તિઓથી સર્વેને માહિતગાર કર્યા હતા અને ફ્રી કિડની ડાયાલિસિસ કરાવતાં દર્દીઓના પરિવાર વતી દાતાશ્રીનો દિલથી આભાર માન્યો હતો.
તેઓએ જણાવ્યું હતું કે, છેલ્લા 20 વર્ષથી લાયન્સ હોસ્પિટલ કિડનીના દર્દીઓને ફ્રી ડાયાલિસિસની સેવા આપી રહી છે. અત્યાર સુધી 2,00,000 થી વધુ ફ્રી ડાયાલિસિસ અહીં પૂર્ણ કરવામાં આવ્યાં છે. કચ્છના અલગ અલગ ગામોમાંથી 150 થી વધુ દર્દીઓ નિયમિત અહીં ડાયાલિસિસ કરાવવા આવે છે.
લાયન શૈલેષ માણેકે પ્રોજેક્ટ કો ઓર્ડિનેટર તરીકે સેવા આપી હતી. લાયન મેમ્બરમાં લાયન શૈલેન્દ્ર રાવલ, લાયન હીરજી વરસાણી, વગેરે ઉપસ્થિત રહ્યા હતા. આભાર વિધિ લાયન વિપુલ જેઠી તેમજ કાર્યક્રમનું સંચાલન લાયન અભય શાહે કર્યું હતું.