
ભુજ, તા. 01-12-2024
અ. નિ. કાંતાબેન કીર્તિકુમાર પાંચાણીના આત્મશ્રેયાર્થે અને પુત્રી ચિ. ખુશાલી સંગ ચિ. પુનિતકુમારના લગ્નપ્રસંગ નિમિત્તે દાતાશ્રી કીર્તિકુમાર વેલજી પાંચાણી પરિવાર (કેરા-નૈરોબી) તરફથી લાયન્સ હોસ્પિટલ ભુજ મધ્યે કચ્છના આંખના 102 જરૂરીયાતમંદ દર્દીઓના ફ્રી ઓપરેશન કરાવાયાં. જેના ત્રિદિવસીય આઈ કેમ્પ નં. 192 નું આયોજન હોસ્પિટલ મધ્યે કરવામાં આવ્યું.
કાર્યક્રમમાં શ્રી કીર્તિકુમાર વેલજી પાંચાણી, શ્રીમતી રક્ષાબેન કીર્તિકુમાર પાંચાણી, શ્રી હિરેન કીર્તિકુમાર પાંચાણી, શ્રીમતી હેતલ હિરેન પાંચાણી, શ્રી વિહાન હિરેન પાંચાણી, શ્રી સુનિલ કીર્તિકુમાર પાંચાણી, શ્રીમતી અંજના સુનિલ પાંચાણી, શ્રી અક્ષય કીર્તિકુમાર પાંચાણી, ચિ. ખુશાલી કીર્તિકુમાર પાંચાણી, શ્રી પુનિત દિપક ચુડાસમા, શ્રી મુકેશ વેલજી પાંચાણી, શ્રીમતી જશુબેન મુકેશ પાંચાણી, શ્રી ડીલન મુકેશ પાંચાણી, શ્રી ડેનિલ મુકેશ પાંચાણી, શ્રી પ્રફુલ વેલજી પાંચાણી, શ્રીમતી રેખાબેન પ્રફુલ પાંચાણી, શ્રી પ્રીતુલ પ્રફુલ પાંચાણી, શ્રી વિષ્ણુ પ્રફુલ પાંચાણી, શ્રી વિશ્રામ કરસન પાંચાણી, શ્રીમતી પ્રેમબાઈ વિશ્રામ પાંચાણી, શ્રી રસિક વિશ્રામ પાંચાણી, શ્રી સામજી કરસન પાંચાણી, શ્રીમતી વાલબાઈ સામજી પાંચાણી, શ્રી ભરત સામજી પાંચાણી, શ્રી રમેશ વેલજી વાઘજીયાણી, શ્રીમતી ધનુબેન રમેશ વાઘજીયાણી, શ્રી વિશ્રામ ધનજી લાધાણી, શ્રીમતી જયશ્રીબેન વિશ્રામ લાધાણી, શ્રી દિપક જાદવજીભાઈ ચુડાસમા (વેવાઈ), શ્રીમતી ઈન્દિરાબેન દિપકભાઈ ચુડાસમા, શ્રી દેવ દિપક ચુડાસમા, શ્રી જયદીપભાઈ જાદવજીભાઈ ચુડાસમા, શ્રી મુરત ઉરલુ, શ્રીમતી હિરલ મુરત ઉરલુ, ચિ. શિઆ મુરત ઉરલુ, ગં.સ્વ. જશુબેન મનજી હાલાઈ, ગં.સ્વ. રતનબાઈ વેલજી પાંચાણી, શ્રીમતી જયશ્રીબેન રસિક પાંચાણી, શ્રીમતી કાંતાબેન ભરત પાંચાણી, શ્રીમતી પુજાબેન જયેશભાઈ ચુડાસમા, શ્રી જયંતિભાઈ જગતીયા, શ્રીમતી પુષ્પાબેન જગતીયા, શ્રી યોગેશભાઈ રાઠોડ, શ્રી નીતિન રાઠોડ, ભરતભાઈ ઉમરાણીયા, ધનલક્ષ્મીબેન ઉમરાણીયા વગેરે ઉપસ્થિત રહ્યા હતાં.
લાયન્સ ક્લબ ઓફ ભુજના પ્રેસિડેન્ટ MJF લાયન અજીતસિંહ રાઠોડે સ્વાગત પ્રવચન તેમજ હોસ્પિટલના ચેરમેન MJF લાયન ભરત મહેતા સર્વેને હોસ્પિટલની પ્રવૃત્તિઓ વિશે વિગતવાર માહિતી આપી હતી. આજના પ્રોજેક્ટ ચેરમેન લાયન શૈલેષ માણેકે લાયન્સ ક્લબ ઓફ ભુજની સેવાકીય પ્રવૃત્તિઓથી સર્વેને માહિતગાર કર્યા હતા. લાયન્સ ક્લબ ઓફ ભુજમાંથી ઝોન ચેરમેન લાયન શૈલેન્દ્ર રાવલ, લાયન નવીન મહેતા, લાયન મનસુખ શાહ, લાયન હીરજી વરસાણી, લાયન શૈલેષ ઠક્કર, લાયન ચંદ્રકાંત સોની, લાયન ઉમેશ પાટડીયા તેમજ અન્ય લાયન મેમ્બર્સ અને આંખના ઓપરેશન કરાવવા આવનાર દર્દીઓના સગા અને ડાયાલિસિસ કરાવતા દર્દીઓના સગા પણ ઉપસ્થિત રહ્યા હતા.
સર્વેએ હોસ્પિટલના તમામ વિભાગોની મુલાકાત લીધી હતી. હોસ્પિટલની સેવાકીય પ્રવૃત્તિ નિહાળી સૌ પ્રભાવિત થયા હતા. હોસ્પિટલની પરંપરા પ્રમાણે દાતા પરિવારનું પાઘડી, શાલ, સન્માનપત્ર તથા મોમેન્ટોથી સ્વાગત કરાયું હતું. જ્યારે અન્ય ઉપસ્થિત તમામ મહેમાનોનું શાલ અને મોમેન્ટોથી સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનું સંચાલન લાયન પ્રફુલ શાહ અને આભાર વિધિ લાયન વિપુલ જેઠીએ કરી હતી.