
ભુજ, તા. 09-12-2024
શ્રી નરનારાયણ દેવ ભગવાનના આશીર્વાદ, કૃપા અને સ.ગુ. જ્યોતિશ્રગન કેશવપ્રસાદદાસજી સ્વામિની પુણ્યસ્મૃતિમાં દાતાશ્રી લાલજીભાઈ ગોપાલ વેકરીયા (નારાણપર-ઓસ્ટ્રેલિયા) તરફથી તેમની સુપુત્રી ચિ. મોહિની સંગ ચિ. ભાવિક કુમારના લગ્ન પ્રસંગ (14-12-2024) નિમિત્તે લાયન્સ હોસ્પિટલને ડાયાલિસીસ મશીનનું દાન રૂા. 7,50,000/- મળેલ છે. જેનો લોકાર્પણ સમારોહ LNM લાયન્સ હોસ્પિટલ મધ્યે યોજાઈ ગયો.
સેવાકાર્યો તરફ સમાજ આગળ વધે અને વધુ ને વધુ જરૂરિયાતમંદ લોકોને સેવાનો લાભ મળે તેવા ઉમદા હેતુથી દાતાશ્રી લાલજીભાઈએ સમાજમાં એક નવું ઉદાહરણ પુરું પાડતાં પોતાની દિકરીના લગ્નપ્રસંગને સેવાકાર્ય સાથે જોડ્યો હતો. લગ્નપ્રસંગે વપરાતી મુડીમાંથી થોડીક રકમ ડાયાલિસિસના દર્દીઓ માટે તેઓએ અર્પણ કરી હતી. આ ઉદાહરણ સમાજના અનેક લોકો માટે પ્રેરણાદાયી બનશે તેવું તેમનું માનવું છે.
આ પ્રસંગે દાતા પરિવારના શ્રીમતી રમિલાબેન લાલજી વેકરીયા, શ્રી રોશનભાઈ લાલજી વેકરીયા, ચિ. મોહિની લાલજી વેકરીયા, ચિ. ભાવિકકુમાર હાલાઈ તેમજ મહેમાનોમાં શ્રીમતી ધનબાઈ વેકરીયા, શ્રીમતી પુષ્પાબેન નારાણ વરસાણી, શ્રી નારાણભાઈ મનજી વરસાણી, શ્રી જગદીશભાઈ વેકરીયા, શ્રીમતી રમીલાબેન જે. વેકરીયા, શ્રી દિલીપભાઈ વેકરીયા,શ્રીમતી મંજુબેન વેકરીયા, શ્રીમતી સંધ્યાબેન પીંડોરિયા, શ્રી માવજીભાઈ પીંડોરીયા, શ્રીમતી જસુબેન પીંડોરીયા, શ્રી રમેશભાઈ પીંડોરીયા, શ્રીમતી શાંતાબેન વરસાણી, શ્રી દેવરાજભાઈ વરસાણી, શ્રીમતી પુષ્પાબેન પિંડોરિયા, શ્રી મુકેશભાઈ પીંડોરીયા, શ્રી હિતેનભાઈ હરજી કેરાઈ, શ્રીમતી નીતુબેન હિતેન કેરાઈ, લાયન કુરજીભાઈ કેરાઈ, લાયન ધનુબેન કેરાઈ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
સ્વગત પ્રવચન લાયન્સ ક્લબ ઓફ ભુજના પ્રેસિડેન્ટ લાયન અજીતસિંહ રાઠોડ કર્યું હતું. લાયન્સ ક્લબ ઓફ ભુજની સેવાકીય પ્રવૃત્તિઓની માહિતી લાયન શૈલેષ માણેકે આપી હતી. હોસ્પિટલના ચેરમેન MJF લાયન ભરત મહેતાએ હોસ્પિટલમાં ચાલતી ફ્રી કિડની ડાયાલિસિસ, ફ્રી આંખના મોતિયાના ઓપરેશન, ડેન્ટલ ડિપાર્ટમેન્ટ, ઓડિયોમેટ્રી ડિપાર્ટમેન્ટ, જનરલ ઓપીડી, પેથોલોજી લેબોરેટરી, એમ્બ્યુલન્સ વગેરે સેવાકીય પ્રવૃત્તિઓથી સર્વેને વાકેફ કર્યા હતા અને ફ્રી કિડની ડાયાલિસિસ કરાવતાં દર્દીઓના પરિવાર વતી દાતાશ્રીનો દિલથી આભાર માન્યો હતો. તેઓએ જણાવ્યું હતું કે, છેલ્લા 20 વર્ષથી લાયન્સ હોસ્પિટલ કિડનીના દર્દીઓને ફ્રી ડાયાલિસિસની સેવા આપી રહી છે. અત્યાર સુધી 1,82,000 થી વધુ ફ્રી ડાયાલિસિસ અહીં પૂર્ણ કરવામાં આવ્યાં છે. કચ્છના અલગ અલગ ગામોમાંથી 150 થી વધુ દર્દીઓ નિયમિત અહીં ડાયાલિસિસ કરાવવા આવે છે. લાયન શૈલેન્દ્ર રાવલ, લાયન નવીન મહેતા, લાયન મનસુખ શાહ, લાયન શૈલેષ માણેક વગેરે લાયન મેમ્બર્સ ઉપસ્થિત રહ્યા હતા.
આભાર વિધિ લાયન વિપુલ જેઠી તેમજ કાર્યક્રમનું સંચાલન લાયન અભય શાહે કર્યું હતું.