
ભુજ, તા. 07-01-2024
નારાણપર પસાયતીના સ્વ. ખીમજીભાઈ રામજી કેરાઈ-સાપરીયા, સ્વ. વાલબાઈ ખીમજી કેરાઈ-સાપરીયા, સ્વ. કસ્તુરબેન ખીમજી કેરાઈ-સાપરીયા (નારાણપર પસાયતી) ના આત્મશ્રેયાર્થે પરિવારજનો તરફથી હસ્તે શાંતાબેન શિવજી પટેલ તરફથી લાયન્સ હોસ્પિટલ ભુજ મધ્યે કચ્છના 100 થી વધારે આંખના જરૂરીયાતમંદ દર્દીઓના ફ્રી ઓપરેશન કરાવાયાં. 167 મો બે દિવસીય ફ્રી મેગા આઈ કેમ્પ હોસ્પિટલ મધ્યે યોજાયો.
મહેમાનોમાં શ્રી શિવજીભાઈ લાલજી હિરાણી, શ્રીમતી લક્ષ્મીબેન વાલજી હાલાઈ, શ્રી જગદીશભાઈ એ. દરજી, ચિ. ધ્રુવ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
સર્વે મહેમાનોના વાજતે ગાજતે સ્વાગત બાદ દિપપ્રાગટ્યથી કાર્યક્રમની શરૂઆત થઈ હતી. હોસ્પિટલની પરંપરા પ્રમાણે દાતા પરિવાર અને મહેમાનોને સ્વાગત અને સન્માન આપવામાં આવ્યું હતું. સર્વેએ હોસ્પિટલના તમામ વિભાગોની મુલાકાત લીધી હતી. હોસ્પિટલની સેવાકીય પ્રવૃત્તિ નિહાળી સૌ પ્રભાવિત થયા હતા.

પૂજ્ય વડીલોને શ્રધ્ધાસૂમન અર્પણ કર્યા બાદ સ્ટેજ પ્રોગ્રામની શરૂઆત થઈ હતી. હોસ્પિટલના ચેરમેન MJF લાયન ભરત મહેતાએ હોસ્પિટલમાં ચાલતી સેવાકીય પ્રવૃત્તિઓથી સૌને માહિતગાર કર્યા હતા.
પ્રોજેક્ટ કો-ઓર્ડિનેટર તરીકે લાયન હીરજી વરસાણીએ સેવા આપી હતી. કાર્યક્રમનું સંચાલન લાયન અભય શાહે કરી હતી. લાયન્સ ક્લબ ઓફ ભુજના લાયન શૈલેષ ઠક્કર, લાયન શૈલેષ માણેક, લાયન શૈલેન્દ્ર રાવલ, લાયન નવીન મહેતા, લાયન મનસુખ શાહ, લાયન વિપુલ જેઠી, લાયન જિજ્ઞેશ શાહ, લાયન ઉમેશ પાટડીયા, લાયન વ્યોમા મહેતા તેમજ અન્ય લાયન મેમ્બર્સ અને આંખના ઓપરેશન કરાવવા આવનાર દર્દીઓના સગા અને ડાયાલિસિસ કરાવતા દર્દીઓના સગા પણ ઉપસ્થિત રહ્યા હતા.
દાતા પરિવારનું પાઘડી, શાલ, સન્માનપત્ર તથા મોમેન્ટોથી સ્વાગત કરાયું હતું. જ્યારે અન્ય ઉપસ્થિત તમામ મહેમાનોનું શાલ અને મોમેન્ટોથી સન્માન કરવામાં આવ્યું હતું.