
ભુજ, તા. 01-03-2024
અક્ષરનિવાસી મહંતશ્રી હરિસ્વરૂપદાસજીની પુણ્યસ્મૃતિમાં શ્રી વિશ્રામભાઈ ખીમજી રાઘવાણી, શ્રીમતી અમરબાઈ વિશ્રામ રાઘવાણી, શ્રી ગોપાલભાઈ વિશ્રામ રાઘવાણી, શ્રીમતી મંજુબેન ગોપાલ રાઘવાણી, (બળદીયા) પરિવાર તરફથી LNM લાયન્સ હોસ્પિટલ ભુજ મધ્યે 173 મા ફ્રી મેગા આઈ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. ચાર દિવસીય આ કેમ્પમાં કચ્છ જિલ્લાના અલગ ગામોમાંથી આવેલા 112 જરૂરીયાતમંદ દર્દીઓના આંખના ફ્રી ઓપરેશન કરાવાયાં.
કચ્છ જિલ્લાના અલગ અલગ ગામોમાં હોસ્પિટલની ટીમ દ્વારા ફ્રી આઈ ચેક કેમ્પનું આયોજન કરી સેંકડો લોકોના ચેક અપ બાદ આ દર્દીઓને ઓપરેશનની તાતી જરૂરિયાત જણાતાં તેઓને લાયન્સ હોસ્પિટલ ભુજ મધ્યે ફ્રી ઓપરેશન કરાવવા માટે બોલાવવામાં આવ્યા હતા.
આઈ કેમ્પમાં મહેમાનોના વાજતે ગાજતે સ્વાગત બાદ દિપપ્રાગટ્યથી કાર્યક્રમની શરૂઆત થઈ હતી. હોસ્પિટલની પરંપરા પ્રમાણે દાતા પરિવારનું પાઘડી, શાલ, સન્માનપત્ર તથા મોમેન્ટોથી સ્વાગત કરાયું હતું. જ્યારે અન્ય ઉપસ્થિત તમામ મહેમાનોનું શાલ અને મોમેન્ટોથી સન્માન કરવામાં આવ્યું હતું.
સર્વેએ હોસ્પિટલના તમામ વિભાગોની મુલાકાત લીધી હતી. હોસ્પિટલની સેવાકીય પ્રવૃત્તિ નિહાળી સૌ પ્રભાવિત થયા હતા. હોસ્પિટલના ચેરમેન MJF લાયન ભરત મહેતાએ હોસ્પિટલમાં ચાલતી સેવાકીય પ્રવૃત્તિઓથી સૌને માહિતગાર કર્યા હતા.
કાર્યક્રમમાં ગં. સ્વ. રામબાઈ જાદવા રાબડીયા, શ્રીમતી કાંતાબેન હરીશ હિરાણી, શ્રીમતી વનિતાબેન રસિક જેસાણી, પ્રીતિબેન પ્રશાંત રાબડીયા, શ્રી પ્રેમજીભાઈ વેલજી રાબડીયા, શ્રીમતી માનબાઈ પ્રેમજી રાબડીયા, શ્રી પ્રેમજીભાઈ કેસરા રાઘવાણી, શ્રી નારાણભાઈ પરબત રાઘવાણી, શ્રી વાલજીભાઈ લાલજી વેકરીયા, શ્રી નારાણભાઈ મનજી કેરાઈ, શ્રી ધનજીભાઈ નારણ રાઘવાણી, શ્રી કરસનભાઈ પ્રેમજી રાઘવાણી, શ્રી શિવજીભાઈ સામજી વેકરીયા, શ્રી વિશ્રામભાઈ વેલજી મેપાણી, શ્રી કરસનભાઈ જીણા જેસાણી તેમજ આજના કાર્યક્રમના પ્રોજેક્ટ કો-ઓર્ડિનેટર અને બંધન બેન્ક બળદીયા બ્રાન્ચના મેનેજર શ્રી જ્વલંતભાઈ પારેખ અને સ્ટાફ મિત્રો ઉપસ્થિત રહ્યા હતા.
સ્વાગત પ્રવચન લાયન્સ ક્લબ ઓફ ભુજના પ્રેસિડેન્ટ લાયન જીતેન્દ્ર ઝવેરીએ કર્યું હતું. જોઈન્ટ પ્રોજેક્ટ કો-ઓર્ડિનેટર તરીકે લાયન શૈલેષ ઠક્કરે સેવા આપી હતી. કાર્યક્રમનું સંચાલન લાયન અભય શાહ અને આભાર વિધિ લાયન ઉમેશ પાટડીયાએ કરી હતી. લાયન્સ ક્લબ ઓફ ભુજના લાયન હીરજી વરસાણ, લાયન શૈલેષ ઠક્કર, લાયન ચંદ્રકાંત સોની, લાયન વ્યોમા મહેતા તેમજ અન્ય લાયન મેમ્બર્સ અને આંખના ઓપરેશન કરાવવા આવનાર દર્દીઓના સગા અને ડાયાલિસિસ કરાવતા દર્દીઓના સગા પણ ઉપસ્થિત રહ્યા હતા.