
ભુજ, તા. 05-04-2024
બળદીયાના વતની અને લંડન નિવાસી દાતાશ્રી મનજીભાઈ કાનજી કેરાઈ, શ્રીમતી જશોદાબેન મનજી કેરાઈ અને કેરાઈ પરિવાર તરફથી પિતાશ્રી અ.નિ. કાનજીભાઈ લાલજી કેરાઈ અને માતૃશ્રી અ.નિ. કેસરબાઈ કાનજી કેરાઈના આત્મશ્રેયાર્થે ભુજ લાયન્સ હોસ્પીટલને એક ડાયાલિસીસ મશીનનું દાન રૂા. 7,50,000/- મળેલ છે. જેનો લોકાર્પણ સમારોહ લાયન્સ ક્લબ ઓફ ભુજના મેમ્બર્સની ઉપસ્થિતિમાં હોસ્પિટલ મધ્યે યોજાઈ ગયો.
મશીનના લોકાર્પણના કાર્યક્રમની શરૂઆત સર્વે મહેમાનોના વાજતે ગાજતે સ્વાગત બાદ દિપપ્રાગટ્યથી થઈ હતી. હોસ્પિટલની પરંપરા પ્રમાણે દાતા પરિવાર અને મહેમાનોને સ્વાગત અને સન્માન આપવામાં આવ્યું હતું. સર્વેએ હોસ્પિટલના તમામ વિભાગોની મુલાકાત લીધી હતી. હોસ્પિટલની સેવાકીય પ્રવૃત્તિ નિહાળી સૌ પ્રભાવિત થયા હતા. ત્યારબાદ યોજાયેલ સમારંભમાં દાતા પરિવારનું પાઘડી, શાલ, સન્માનપત્ર તથા મોમેન્ટોથી સ્વાગત કરાયું હતું. જ્યારે અન્ય ઉપસ્થિત તમામ મહેમાનોનું શાલ અને મોમેન્ટોથી સન્માન કરવામાં આવ્યું હતું.
હોસ્પિટલના ચેરમેન MJF લાયન ભરત એ. ડી. મહેતાએ હોસ્પિટલની સેવાકીય પ્રવૃત્તિઓથી સર્વેને વાકેફ કર્યા હતા. અને ફ્રી કિડની ડાયાલિસિસ કરાવતાં દર્દીઓના પરિવાર વતી દાતાશ્રીનો દિલથી આભાર માન્યો હતો.
કાર્યક્રમમાં શ્રી શામજીભાઈ કાનજી કેરાઈ, શ્રીમતી વાલબાઈ શામજી કેરાઈ, શ્રી દેવશીભાઈ કાનજી કેરાઈ, શ્રી દિનેશભાઈ શામજી કેરાઈ, શ્રી ઘનશ્યામભાઈ મુળજી ગોર, શ્રીમતી જલ્પાબેન ઘનશ્યામ ગોર, શ્રી હિરેનભાઈ વિનોદ ગુંસાઈ, શ્રીમતી વિમળાબેન વિનોદ ગુંસાઈ વગેરે મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા.
લાયન્સ ક્લબના મેમ્બર્સ લાયન નવીન મહેતા, લાયન મનસુખ શાહ તેમજ અન્ય લાયન મેમ્બર્સ ઉપસ્થિત રહ્યા હતા. આજના કાર્યક્રમના પ્રોજેક્ટ કો-ઓર્ડિનેટર લાયન શૈલેષ માણેકે સ્વાગત પ્રવચન તેમજ આભાર વિધિ લાયન અનુપ કોટકે કરી હતી. કાર્યક્રમનું સંચાલન લાયન ચેતન ચૌહાણે કર્યું હતું. આંખના ઓપરેશન કરાવવા આવનાર દર્દીઓના સગા અને ડાયાલિસિસ કરાવતા દર્દીઓના સગા પણ ઉપસ્થિત રહ્યા હતા.