
ભુજ, તા. 11-01-2025
દાતાશ્રી હીરૂબેન માવજીભાઈ વાલાણી (બળદીયા-UK) પરિવારજનો તરફથી સ્વ.માતૃશ્રી રાધાબાઈ રવજીભાઈ વાલાણી, અ.નિ. રવજીભાઈ ખીમજી વાલાણી, સ્વ.માવજીભાઈ રવજીભાઈ વાલાણીની પાંચમી પુણ્યતિથિ નિમિત્તે લાયન્સ હોસ્પિટલ ભુજ મધ્યે કચ્છના આંખના જરૂરીયાતમંદ 97 દર્દીઓના ફ્રી ઓપરેશન કરાવાયાં. ત્રિદિવસીય આઈ કેમ્પ નં. 197 નું આયોજન હોસ્પિટલ મધ્યે કરવામાં આવ્યું.
કાર્યક્રમમાં દાતા પરિવારના જૈનાબેન વિમલભાઈ કેરાઈ, દેવેનભાઈ માવજીભાઈ વાલાણી, શીતલબેન માવજીભાઈ વાલાણી, વિમલભાઈ કેસરાભાઈ કેરાઈ, નિશમાબેન દેવેનભાઈ વાલાણી, પ્રીતમભાઈ માવજીભાઈ વાલાણી ઉપસ્થિત રહ્યા હતા. તેમજ દાતાશ્રી દ્વારા આમંત્રિત મહેમાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. લાયન્સ ક્લબ્ઝ ઈન્ટરનેશનલના ડિસ્ટ્રીક્ટ 3232-J ના ગવર્નર MJF લાયન ભરત બાવીસી તથા તેમની સાથે લાયન નીરવ વડોદરીયા પણ ખાસ ઉપસ્થિત રહેલ. ગવર્નરશ્રીએ દાતાશ્રી હીરૂબેનને તેમના આ સેવા કાર્ય માટે બિરદાવ્યા હતા અને ડિસ્ટ્રીક્ટની પીન અર્પણ કરી હતી.
સ્વાગત પ્રવચન લાયન્સ ક્લબ ઓફ ભુજના પ્રેસિડેન્ટ લાયન અજીતસિંહ રાઠોડે કર્યું હતું. તેમજ હોસ્પિટલના ચેરમેન MJF લાયન ભરત મહેતા સર્વેને હોસ્પિટલની પ્રવૃત્તિઓ વિશે વિગતવાર માહિતી આપી હતી. લાયન્સ ક્લબના લાયન શૈલેન્દ્ર રાવલ, લાયન અભય શાહ, લાયન શૈલેષ માણેક, લાયન અનુપ કોટક તેમજ અન્ય લાયન મેમ્બર્સ અને આંખના ઓપરેશન કરાવવા આવનાર દર્દીઓના સગા અને ડાયાલિસિસ કરાવતા દર્દીઓના સગા પણ ઉપસ્થિત રહ્યા હતા.
સર્વેએ હોસ્પિટલના તમામ વિભાગોની મુલાકાત લીધી હતી. હોસ્પિટલની સેવાકીય પ્રવૃત્તિ નિહાળી સૌ પ્રભાવિત થયા હતા. હોસ્પિટલની પરંપરા પ્રમાણે દાતા પરિવારનું પાઘડી, શાલ, સન્માનપત્ર તથા મોમેન્ટોથી સ્વાગત કરાયું હતું. જ્યારે અન્ય ઉપસ્થિત તમામ મહેમાનોનું શાલ અને મોમેન્ટોથી સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનું સંચાલન લાયન પ્રફુલ શાહ અને આભાર વિધિ લાયન વિપુલ જેઠીએ કરી હતી.