
ભુજ
ભુજના અ.નિ. મંજુલાબેન માધવજી કોટવાલના પુત્રવધુ સ્વ. ગીતાબેન કોટવાલના સ્મર્ણાર્થે, હસ્તે રીચાબેન આનંદ કોટવાલ તરફથી દર્દીઓને મદદરૂપ થવા માટે એક ઈકો પેસેન્જર વાન LNM લાયન્સ હોસ્પિટલને ભેટ આપવામાં આવી. આ ડોનેશન લાયન્સ ક્લબ ઓફ માધાપર મેઈનના માધ્યમથી આપવામાં આવ્યું હતું. આ ગાડીનો લોકાર્પણ કાર્યક્રમ લાયન્સ હોસ્પિટલ ભુજ મધ્યે યોજાયો.
સર્વે મહેમાનોએ દિપ પ્રાગટ્ય બાદ હોસ્પિટલના તમામ વિભાગોની મુલાકાત લીધી હતી. લાયન્સ ક્લબ ઓફ માધાપરના પ્રેસિડેન્ટ અને પાસ્ટ ગવર્નર MJF લાયન મીના મહેતાએ મહેમાનો આવકાર આપ્યો હતો. હોસ્પિટલના ચેરમેન MJF લાયન ભરત મહેતાએ સર્વેને હોસ્પિટલની પ્રવૃત્તિઓ વિશે વિગતવાર માહિતી આપી હતી.
દાતા પરિવારના શ્રી આનંદકુમાર કોટવાલ, ડો. મહેશભાઈ કોટવાલ (યુ.એસ.એ.), રિટાયર્ડ આઈ.એ.એસ. ઓફિસર શ્રી મારૂતિ કોટવાલ તમામે જણાવ્યું હતું કે, હોસ્પિટલની સેવાકીય પ્રવૃત્તિઓથી તેઓ ખૂબ જ પ્રભાવિત થયા હતા અને આ ડોનેશન કરવાનો નિર્ણય લીધો હતો.
આ પ્રસંગે ફર્સ્ટ વાઈસ ડિસ્ટ્રીક્ટ ગવર્નર MJF લાયન અભય શાહ, ઝોન ચેરમેન લાયન શૈલેન્દ્ર રાવલ, લાયન્સ ક્લબ ઓફ માધાપરના સેક્રેટરી લાયન નરેશ દાવડા, ટ્રેઝરર લાયન અમીર અલી ખોજા, લાયન દિનેશ ઠક્કર, લાયન વાડીલાલ ઠાકરાણી, લાયન શક્તિસિંહ જાડેજા, લાયન ઈલાબા જાડેજા, લાયન હર્ષબિંદુ વૈષ્ણવ, લાયન મયુર મહેતા, લાયન રાહુલ ઠક્કર વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
સર્વેએ હોસ્પિટલના તમામ વિભાગોની મુલાકાત લીધી હતી. હોસ્પિટલની સેવાકીય પ્રવૃત્તિ નિહાળી સૌ પ્રભાવિત થયા હતા. હોસ્પિટલની પરંપરા પ્રમાણે દાતા પરિવારનું પાઘડી, શાલથી સ્વાગત કરાયું હતું. જ્યારે અન્ય ઉપસ્થિત તમામ મહેમાનોનું શાલ અને મોમેન્ટોથી સન્માન કરવામાં આવ્યું હતું.