
ભુજ, તા. 09-01-2025
ભુજ સ્વામિનારાયણ નૂતન મંદિરના સ.ગુ.મહંત પુરાણીસ્વામી શ્રી ધર્મનંદનદાસજીની પ્રેરણાથી અ.નિ. કુંવરજી ગાંગજી ગોરસીયાના આત્મશ્રેયાર્થે સુખપરના શ્રી શિવજીભાઈ કુંવરજી ગોરસીયા અને શ્રીમતી શામબાઈ શિવજી ગોરસીયા પરિવાર તરફથી લાયન્સ હોસ્પિટલને ડાયાલિસીસ મશીનનું દાન રૂા. 7,50,000/- મળેલ છે. જેનો લોકાર્પણ સમારોહ ભુજ નૂતન મંદિરના સંતોની ઉપસ્થિતિમાં લાયન્સ હોસ્પિટલ ભુજ મધ્યે યોજાઈ ગયો.
શિવજીભાઈ લાયન્સ હોસ્પિટલમાં અગાઉ પણ એક આઈ કેમ્પ કરાવી ચુક્યા છે અને હજું પણ તેઓ દ્વારા આંખના જરૂરિયાતમંદ દર્દીઓ માટે આઈ કેમ્પ કરાવવાનું આજે જાહેર કરેલ.
આજના કાર્યક્રમમાં ભુજ સ્વામિનારાયણ નૂતન મંદિરના સ.ગુ.મહંત પુરાણીસ્વામી શ્રી ધર્મનંદનદાસજી, પાર્ષદ કોઠારી સ. ગુ. શ્રી જાદવજી ભગત, ઉ.મ. સદગુરૂ શ્રી ભગવતજીવનદાસજી સ્વામી, સ.ગુ. કોઠારી શ્રી નારાયણમુનિદાસજી સ્વામી, શ્રી દેવપ્રકાશદાસજી સ્વામી, શ્રી શાંતિસ્વરૂપદાસજી સ્વામી, દાતાશ્રી શિવજીભાઈ કુંવરજી ગોરસીયા, શ્રી મુળજીભાઈ શિયાણી – કોઠારી ભુજ નૂતન સ્વામીનારાયણ મંદિર, શ્રી જાદવજીભાઈ ગોરસીયા – ઉપકોઠારી ભુજ નૂતન સ્વામીનારાયણ મંદિર, શ્રી અરવિંદભાઈ પીંડોરીયા – પ્રમુખશ્રી, સ્વામિનારાયણ બોર્ડિંગ, શ્રીમતી પુનમબેન મેપાણી (સરપંચશ્રી, મદનપુર ગ્રામ પંચાયત), શ્રી ધનજીભાઈ ભુવા, શ્રી કાંતિભાઈ ગોરસીયા, શ્રીમતી શીતલબેન કાંતિભાઈ ગોરસીયા, સ્નેહાબેન કાંતિભાઈ ગોરસીયા, શ્રી રત્નાભાઈ મેપાણી, શ્રીમતી પુરબાઈ રત્નાભાઈ મેપાણી, લક્ષ્મીબેન નારાયણભાઈ ધનાણી, શિવાનીબેન મનસુખ મેપાણી વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
સ્વગત પ્રવચન લાયન્સ ક્લબ ઓફ ભુજના પ્રેસિડેન્ટ લાયન અજીતસિંહ રાઠોડે કર્યું હતું. MJF લાયન અભય શાહે હોસ્પિટલમાં ચાલતી ફ્રી કિડની ડાયાલિસિસ, ફ્રી આંખના મોતિયાના ઓપરેશન, ડેન્ટલ ડિપાર્ટમેન્ટ, ઓડિયોમેટ્રી ડિપાર્ટમેન્ટ, જનરલ ઓપીડી, પેથોલોજી લેબોરેટરી, એમ્બ્યુલન્સ વગેરે સેવાકીય પ્રવૃત્તિઓથી સર્વેને માહિતગાર કર્યા હતા અને ફ્રી કિડની ડાયાલિસિસ કરાવતાં દર્દીઓના પરિવાર વતી દાતાશ્રીનો દિલથી આભાર માન્યો હતો.
તેઓએ જણાવ્યું હતું કે, છેલ્લા 20 વર્ષથી લાયન્સ હોસ્પિટલ કિડનીના દર્દીઓને ફ્રી ડાયાલિસિસની સેવા આપી રહી છે. અત્યાર સુધી 2,00,000 થી વધુ ફ્રી ડાયાલિસિસ અહીં પૂર્ણ કરવામાં આવ્યાં છે. કચ્છના અલગ અલગ ગામોમાંથી 150 થી વધુ દર્દીઓ નિયમિત અહીં ડાયાલિસિસ કરાવવા આવે છે.
આજના કાર્યક્રમમાં પ્રોજેક્ટ કો-ઓર્ડિનેટર તરીકે લાયન શૈલેષભાઈ ઠક્કરે સેવા આપી હતી. તેમજ લાયન મેમ્બરમાં લાયન વિપુલ જેઠી, લાયન હીરજી વરસાણી, લાયન નવીન મહેતા, લાયન રોહિત જોષી વગેરે ઉપસ્થિત રહ્યા હતા. આભાર વિધિ લાયન અનુપ કોટક તેમજ કાર્યક્રમનું સંચાલન લાયન પ્રફુલ શાહે કર્યું હતું.