
ભુજ, તા. 15-01-2025
ભુજ લોહાણા મહિલા મંડળ તરફથી ચોવીસમી સમુહ શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવેલ. અને તેમાં એકત્રિત થયેલ રકમ માનવસેવાના કાર્યોમાં મદદરૂપ થવા અર્થે LNM લાયન્સ હોસ્પિટલને રૂા. 11,000/- નું દાન અર્પણ કરવામાં આવ્યું હતું. દાન અર્પણ કરતી વખતે શ્રીમતી જ્યોતિબેન પવાણી, શ્રીમતી ભાવનાબેન કેસરીયા, હિરલબેન ઠક્કર, શ્રીમતી શારદાબેન ઠક્કર, શ્રીમતી દક્ષાબેન રૂપારેલ, પ્રોજેક્ટ ચેરમેન શ્રીમતી રૂક્ષ્મણીબેન જોબનપુત્રા, સહ પ્રોજેક્ટ ચેરમેન શ્રીમતી પંકજબેન રામાણી તેમજ સલાહકાર શ્રીમતી ભારતીબેન રાજદે, શ્રીમતી જ્યોતિબેન કોઠારી, શ્રીમતી કમલાબેન ઠક્કર ઉપસ્થિત રહ્યા હતા.
દાનની રકમ હોસ્પિટલના લાયન વ્યોમા મહેતા અને અભય શાહ દ્વારા સ્વિકારવામાં આવેલ અને દાતાશ્રીનો આભાર માનેલ.