
ભુજ, તા. 12-08-2024
સ્વ. માનબાઈ કરસનદાસ શિવજી કોઠારી માંડવીવાળા, સ્વ. ગોદાવરીબેન રસિકલાલ કોઠારી (એજન્ટા એન્જિ. ભુજ) ના આત્મશ્રેયાર્થે કોઠારી પરિવાર તરફથી હસ્તે ગીતાબેન હરસુખભાઈ ઠક્કર દ્વારા LNM લાયન્સ હોસ્પીટલને રૂા. 7,50,000/- ની કિંમતના એક ડાયાલિસીસ મશીનનું દાન મળેલ છે. જેનો લોકાર્પણ સમારોહ LNM લાયન્સ હોસ્પિટલ મધ્યે યોજાઈ ગયો.
સ્વ. રસિકભાઈ કોઠારી માધાપરના શ્રીહરિ શાંતિનિકેતન વયસ્ક વિશ્રામગૃહમાં રહેતા હતા. તેઓએ આ વૃધ્ધાશ્રમના ટ્રસ્ટી લાયન દિનેશભાઈ ઠક્કર, ટ્રસ્ટી શ્રી જયંતિલાલભાઈ દૈયા તથા શ્રી નટવરલાલભાઈ રાયકુંડલને લાયન્સ હોસ્પિટલ ભુજમાં ડાયાલિસિસ મશીન આપવાની ઈચ્છા દર્શાવી હતી. જેથી ગીતાબેન હરસુખભાઈ ઠક્કરે એમની ઈચ્છા મુજબ દાન આપ્યું હતું.
આ ડાયાલિસિસ મશીનનું લોકાર્પણ કોઠારી પરિવારના ટ્રસ્ટી ગીતાબેન હરસુખભાઈ ઠક્કરના હસ્તે રિબન કાપીને કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શ્રી હરસુખભાઈ ઠક્કર, શ્રી મયુરભાઈ ઠક્કર, શ્રીમતી નીતાબેન ઠક્કર, પુજાબેન ઠક્કર, શ્રી મહેશભાઈ પુજારા, હેમલભાઈ ઠક્કર, પારૂલબેન ઠક્કર, મહેશભાઈ ઠક્કર, મેહુલભાઈ ઠક્કર, કિન્તુભાઈ ઠક્કર, પ્રીતિબેન ઠક્કર વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
હોસ્પિટલના ચેરમેન MJF લાયન ભરત એ. ડી. મહેતાએ હોસ્પિટલની સેવાકીય પ્રવૃત્તિઓથી સર્વેને વાકેફ કર્યા હતા. અને ફ્રી કિડની ડાયાલિસિસ કરાવતાં દર્દીઓના પરિવાર વતી દાતાશ્રીનો દિલથી આભાર માન્યો હતો. તેઓએ જણાવ્યું હતું કે, છેલ્લા 20 વર્ષથી લાયન્સ હોસ્પિટલ કિડનીના દર્દીઓને ફ્રી ડાયાલિસિસની સેવા આપી રહી છે. અત્યાર સુધી 1,80,000 થી વધુ ફ્રી ડાયાલિસિસ અહીં પૂર્ણ કરવામાં આવ્યાં છે. કચ્છના અલગ અલગ ગામોમાંથી 150 થી વધુ દર્દીઓ નિયમિત અહીં ડાયાલિસિસ કરાવવા આવે છે.
લાયન્સ ક્લબ ઓફ માધાપરના માધ્યમથી આ ડાયાલિસિસ મશીન લાયન્સ હોસ્પિટલ ભુજને કિડનીના દર્દીઓની સેવા થઈ શકે તે માટે દાન કરવામાં આવ્યું હતું.