
ભુજ
ગામ માધાપરના વતની અને હાલ યુ.કે. નિવાસી દાતાશ્રી દેવશીભાઈ વેલજી ભુડીયાના જન્મદિવસ નિમિત્તે લીસા ટીમ્બર લી. તરફથી લાયન્સ હોસ્પિટલ ભુજ મધ્યે ફ્રી મેગા આઈ કેમ્પ નં. 202 નું આયોજન કરવામાં આવ્યું. જેમાં આંખના 102 દર્દીઓના ફ્રી ઓપરેશન કરવામાં આવ્યાં. આ કેમ્પનો લાભ લેવા માટે અલગ અલગ ગામોમાંથી દર્દીઓ ઓપરેશન કરાવવા આવ્યા હતા.
લાયન્સ હોસ્પિટલની આંખ વિભાગની ટીમ દ્વારા અલગ અલગ ગામોમાં જઈ પહેલા ગામલોકોના ફ્રી આઈ સ્ક્રીનીંગ કર્યા હતા. જેમાં જે લોકોને મોતિયાના ઓપરેશનની જરૂર હોય તેઓને હોસ્પિટલમાં ફ્રી ઓપરેશન માટે બોલાવવામાં આવ્યા હતા. અને દાતા પરિવારના સહયોગથી તમામના ઓપરેશન વિનામૂલ્યે કરવામાં આવ્યા હતા.
લાયન્સ હોસ્પિટલ ભુજ દ્વારા અત્યાર સુધીમાં 41,000 થી વધુ આંખના ફ્રી ઓપરેશનો કરવામાં આવ્યા છે. જે તમામ કચ્છના અલગ અલગ ગામોમાંથી આવતા દાતાઓ દ્વારા કરાવવામાં આવે છે.
હોસ્પિટલના ચેરમેન MJF લાયન ભરત મહેતા, લાયન્સ ક્લબ ઓફ માધાપર મેઈનમાંથી લાયન નરેશ દાવડા, લાયન વાડીલાલ ઠાકરાણી, લાયન્સ ક્લબ ઓફ ભુજ માંથી લાયન અનુપ કોટક, લાયન વિપુલ જેઠી, લાયન ઉમેશ પાટડીયા, કેમ્પમાં હાજરી આપી અને સેવા આપી હતી.