
ભુજ, તા. 12-05-2024
શ્રી સ્વામિનારાયણ સિધ્ધાંત સજીવન મંડળ માધાપર મંદિરના અમૃત મહોત્સવ પ્રસંગ નિમિત્તે મણીનગર શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય શ્રી જીતેન્દ્રીયપ્રિયદાસજી સ્વામીની પ્રેરણાથી શ્રી રવજીભાઈ રામજી પીંડોલીયા પરિવાર (માધાપર-લંડન) તરફથી ભુજ લાયન્સ હોસ્પીટલને એક ડાયાલિસીસ મશીનનું દાન રૂા. 7,50,000/- મળેલ છે. જેનો લોકાર્પણ સમારોહ માધાપર મધ્યે સંતશ્રીઓની ઉપસ્થિતિમાં મધ્યે યોજાઈ ગયો. લોકાર્પણમાં સન્માનપત્ર તથા મોમેન્ટોથી દાતાશ્રીનું સન્માન કરાયું હતું.
દાતાશ્રીએ હોસ્પિટલની મુલાકાત લીધી અને હોસ્પિટલની સેવાકીય પ્રવૃત્તિ નિહાળી પ્રભાવિત થઈ આ ડોનેશન કરવાનો નિર્ણય કરેલ.
હોસ્પિટલના ચેરમેન MJF લાયન ભરત એ. ડી. મહેતાએ હોસ્પિટલની સેવાકીય પ્રવૃત્તિઓથી સર્વેને વાકેફ કર્યા હતા. અને ફ્રી કિડની ડાયાલિસિસ કરાવતાં દર્દીઓના પરિવાર વતી દાતાશ્રીનો દિલથી આભાર માન્યો હતો.