
ભુજ, તા. 04-04-2024
માધાપરના વતની અને દુબઈ નિવાસી દાતાશ્રી ગં.સ્વ. લલિતાબેન ગોપાલ પટેલ (મેપાણી) પરિવાર (માધાપર-દુબઈ) તરફથી સ્વ. ગોપાલભાઈ નાનજી મેપાણી-પટેલની પ્રથમ પૂણ્યતિથિએ તેમના આત્મશ્રેયાર્થે ભુજ લાયન્સ હોસ્પીટલને એક ડાયાલિસીસ મશીનનું દાન રૂા. 7,50,000/- મળેલ છે. જેનો લોકાર્પણ સમારોહ લાયન્સ ક્લબ ઓફ ભુજના મેમ્બર્સની ઉપસ્થિતિમાં હોસ્પિટલ મધ્યે યોજાઈ ગયો.
મશીનના લોકાર્પણના કાર્યક્રમની શરૂઆત સર્વે મહેમાનોના વાજતે ગાજતે સ્વાગત બાદ દિપપ્રાગટ્યથી થઈ હતી. હોસ્પિટલની પરંપરા પ્રમાણે દાતા પરિવાર અને મહેમાનોને સ્વાગત અને સન્માન આપવામાં આવ્યું હતું. સર્વેએ હોસ્પિટલના તમામ વિભાગોની મુલાકાત લીધી હતી. હોસ્પિટલની સેવાકીય પ્રવૃત્તિ નિહાળી સૌ પ્રભાવિત થયા હતા. ત્યારબાદ યોજાયેલ સમારંભમાં દાતા પરિવારનું પાઘડી, શાલ, સન્માનપત્ર તથા મોમેન્ટોથી સ્વાગત કરાયું હતું. જ્યારે અન્ય ઉપસ્થિત તમામ મહેમાનોનું શાલ અને મોમેન્ટોથી સન્માન કરવામાં આવ્યું હતું.
હોસ્પિટલના ચેરમેન MJF લાયન ભરત એ. ડી. મહેતાએ હોસ્પિટલની સેવાકીય પ્રવૃત્તિઓથી સર્વેને વાકેફ કર્યા હતા. અને ફ્રી કિડની ડાયાલિસિસ કરાવતાં દર્દીઓના પરિવાર વતી દાતાશ્રીનો દિલથી આભાર માન્યો હતો.
કાર્યક્રમમાં દાતા પરિવારના શ્રી જયેશભાઈ ગોપાલ પટેલ, શ્રીમતી કુંદનબેન ગોપાલ પટેલ, શ્રી મયુરભાઈ ગોપાલ પટેલ, શ્રીમતી હીનાબેન જયેશ પટેલ, ચિ. નાઓમી અને ચિ. ઝીવા અને મહેમાનશ્રીઓમાં શ્રી કનકભાઈ એ. ડી. મહેતા, શ્રીમતી રશ્મિબેન કે. મહેતા, શ્રી કાનજીભાઈ રામજી મેપાણી, શ્રીમતી મેઘબાઈ કાનજી મેપાણી, શ્રી સામજીભાઈ નાનજી મેપાણી, શ્રીમતી મીનાબેન સામજી મેપાણી, શ્રી નરેશભાઈ કાનજી મેપાણી, શ્રીમતી રસીલાબેન નરેશ મેપાણી, શ્રી રામજીભાઈ રત્ના ગોરસીયા, શ્રીમતી કેસરબેન રામજી ગોરસીયા, શ્રી ગોવિંદભાઈ ઝીણા મેઘાણી, શ્રીમતી સુંદરબેન ગોવિંદ મેઘાણી, શ્રી હરીશભાઈ પંડ્યા, શ્રીમતી પ્રતિમાબેન પંડ્યા, શ્રી રવજીભાઈ રત્ના ગોરસીયા, શ્રીમતી રત્નાબેન રવજી ગોરસીયા ઉપસ્થિત રહ્યા હતા
લાયન્સ ક્લબ ઓફ માધાપરના મેમ્બર્સ લાયન વાડીલાલ ઠાકરાણી, લાયન ધીરજભાઈ જોષી, લાયન નીતિન ઠક્કર, લાયન્સ ક્લબ ઓફ ભુજના લાયન નવીન મહેતા તેમજ અન્ય લાયન મેમ્બર્સ ઉપસ્થિત રહ્યા હતા.
સ્વાગત પ્રવચન લાયન્સ ક્લબ ઓફ માધાપરના પ્રેસિડેન્ટ લાયન પ્રવિણ ખોખાણી અને સેક્રેટરી લાયન શિવજી મોઢે આભાર વિધિ કરી હતી. પ્રોજેક્ટ કો-ઓર્ડિનેટર તરીકે લાયન મીના મહેતા દ્વારા સેવા અપાઈ હતી. કાર્યક્રમનું સંચાલન લાયન પ્રફુલ શાહે કર્યું હતું. લાયન મેમ્બર્સ અને આંખના ઓપરેશન કરાવવા આવનાર દર્દીઓના સગા અને ડાયાલિસિસ કરાવતા દર્દીઓના સગા પણ ઉપસ્થિત રહ્યા હતા.