
ભુજ,
લંડન નિવાસી અને માધાપરના વતની એવા શ્રી કિરણભાઈ રવજી ભુડીયા અને શ્રીમતી મીનાક્ષીબેન ભુડીયા પરિવાર તરફથી સ્વ. રવજીભાઈ પ્રેમજી પટેલ, સ્વ. મનજીભાઈ જેઠા હાલાઈના આત્મશ્રેયાર્થે LNM લાયન્સ હોસ્પિટલ ભુજ મધ્યે 175 મા ફ્રી મેગા આઈ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. ત્રિ દિવસીય આ કેમ્પમાં કચ્છ જિલ્લાના અલગ ગામોમાંથી આવેલા 93 જરૂરીયાતમંદ દર્દીઓના આંખના ફ્રી ઓપરેશન કરાવાયાં.
આ પ્રસંગે શ્રી મનોજભાઈ હરીશભાઈ હંસોરા, શ્રીમતી જુલીબેન મનોજભાઈ હંસોરા, શ્રી ચંદ્રકાંત પ્રેમજી ભુડીયા, શ્રીમતી દેવુબાઈ ચંદ્રકાંત ભુડીયા ઉપસ્થિત રહ્યા હતા.
સર્વેએ હોસ્પિટલના તમામ વિભાગોની મુલાકાત લીધી હતી. હોસ્પિટલની સેવાકીય પ્રવૃત્તિ નિહાળી સૌ પ્રભાવિત થયા હતા. લાયન શૈલેષ માણેકે હોસ્પિટલ અને લાયન્સ ક્લબ ઓફ ભુજ દ્વારા ચાલતી સેવાકીય પ્રવૃત્તિઓથી સૌને માહિતગાર કર્યા હતા. હોસ્પિટલની પરંપરા પ્રમાણે દાતા પરિવારનું પાઘડી, શાલ, સન્માનપત્ર તથા મોમેન્ટોથી સ્વાગત કરાયું હતું. જ્યારે અન્ય ઉપસ્થિત તમામ મહેમાનોનું શાલ અને મોમેન્ટોથી સન્માન કરવામાં આવ્યું હતું.
કચ્છ જિલ્લાના અલગ અલગ ગામોમાં હોસ્પિટલની ટીમ દ્વારા ફ્રી આઈ ચેક કેમ્પનું આયોજન કરી સેંકડો લોકોના ચેક અપ બાદ આ દર્દીઓને ઓપરેશનની તાતી જરૂરિયાત જણાતાં તેઓને લાયન્સ હોસ્પિટલ ભુજ મધ્યે ફ્રી ઓપરેશન કરાવવા માટે બોલાવવામાં આવ્યા હતા.
હોસ્પિટલના ચેરમેન લાયન ભરત એ. ડી. મહેતાએ સર્વેને હોસ્પિટલની પ્રવૃત્તિઓ વિશે વિગતવાર માહિતી આપી હતી. પ્રોજેક્ટ કો-ઓર્ડિનેટર તરીકે લાયન અભય શાહે સેવા આપી હતી. લાયન્સ ક્લબ ઓફ ભુજના લાયન વિપુલ જેઠી, લાયન શૈલેષ માણેક, લાયન શૈલેન્દ્ર રાવલ, લાયન અજીતસિંહ રાઠોડ, લાયન મનસુખ શાહ, લાયન ભુપેન્દ્ર પટેલ તેમજ અન્ય લાયન મેમ્બર્સ અને આંખના ઓપરેશન કરાવવા આવનાર દર્દીઓના સગા અને ડાયાલિસિસ કરાવતા દર્દીઓના સગા પણ ઉપસ્થિત રહ્યા હતા.