
ભુજ
માધાપરના વતની અને હાલ યુ.કે. નિવાસી શ્રી માવજીભાઈ કાનજી દબાસીયા અને શ્રીમતી સકુબેન માવજી દબાસીયા પરિવાર તરફથી પિતાશ્રી સ્વ. કાનજીભાઈ આંબા દબાસીયા, માતૃશ્રી સ્વ.જશુબાઈ કાનજી દબાસીયા, સ્વ. રામજીભાઈ પ્રેમજી કેરાઈ, સ્વ. શામબાઈ રામજી કેરાઈના આત્મશ્રેયાર્થે LNM લાયન્સ હોસ્પિટલ ભુજને રૂ. 750,000/- નું ડાયાલિસિસ મશીન અને 178 મા ફ્રી મેગા આઈ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. ત્રિ દિવસીય આઈ કેમ્પમાં કચ્છ જિલ્લાના અલગ ગામોમાંથી આવેલા 88 જરૂરીયાતમંદ દર્દીઓના આંખના ફ્રી ઓપરેશન કરાવાયાં. તેમજ ડાયાલિસિસ મશીનનું રિબિન કાપી લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
દાતા પરિવારના શ્રી જાદવજીભાઈ કાનજી દબાસીયા અને શ્રીમતી રતનબેન જાદવજી દબાસીયા, શ્રી કિશોરભાઈ માવજી દબાસીયા અને શ્રીમતી ભારતી કિશોર દબાસીયા, શ્રીમતી રસિલા લધા, ચિ. જાશ્મીન કિશોર દબાસીયા અને ચિ. મીરા કિશોર દબાસીયા, ચિ. રોહન લધા અને ચિ. નાયા લધા ઉપસ્થિત રહ્યા હતા.
મુખ્ય મહેમાનશ્રીઓમાં શ્રી અરજણભાઈ જખુ હિરાણી અને શ્રીમતી સામબાઈ અરજણ હિરાણી, શ્રીમતી ગીતાબેન મનજી મેઘાણી, લાયન પ્રવિણભાઈ ખોખાણી, લાયન શાંતાબેન પ્રવિણ ખોખાણી, લાયન નીતિન ઠક્કર, લાયન વાડીલાલ ઠાકરાણી, શ્રી કચ્છ કડવા પાટીદાર સમાજ ભડલીના પ્રમુખશ્રી બેચરભાઈ ઠાકરાણી, લાયન્સ ક્લબ ઓફ ભુજના લાયન અભય શાહ, લાયન શૈલેન્દ્ર રાવલ, લાયન ઉમેશ પાટડીયા, લાયન જય કંસારા, લાયન વ્યોમા મહેતા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
સર્વેએ હોસ્પિટલના તમામ વિભાગોની મુલાકાત લીધી હતી. હોસ્પિટલની સેવાકીય પ્રવૃત્તિ નિહાળી સૌ પ્રભાવિત થયા હતા. હોસ્પિટલની પરંપરા પ્રમાણે દાતા પરિવારનું પાઘડી, શાલ, સન્માનપત્ર તથા મોમેન્ટોથી સ્વાગત કરાયું હતું. જ્યારે અન્ય ઉપસ્થિત તમામ મહેમાનોનું શાલ અને મોમેન્ટોથી સન્માન કરવામાં આવ્યું હતું.
કચ્છ જિલ્લાના અલગ અલગ ગામોમાં હોસ્પિટલની ટીમ દ્વારા ફ્રી આઈ ચેક કેમ્પનું આયોજન કરી સેંકડો લોકોના ચેક અપ બાદ આ દર્દીઓને ઓપરેશનની તાતી જરૂરિયાત જણાતાં તેઓને લાયન્સ હોસ્પિટલ ભુજ મધ્યે ફ્રી ઓપરેશન કરાવવા માટે બોલાવવામાં આવ્યા હતા.