
ભુજ
મહામંડલેશ્વર મહંતશ્રી ઓમકારદાસજી મહારાજ ગૌમુખમઠ ભાદોગાંવ (ગંજાલ)ના આશીર્વાદથી માધાપર નિવાસી શ્રી મોહિતભાઈ વિનોદભાઈ સોલંકીના જન્મદિન (13-03-2024) નિમિત્તે અને પિતાશ્રી સ્વ. પુરૂષોત્તમભાઈ ડાહ્યાભાઈ સોલંકી, માતૃશ્રી સ્વ.પુષ્પાબેન પુરૂષોત્તમભાઈ સોલંકીના આત્મશ્રેયાર્થે LNM લાયન્સ હોસ્પિટલ ભુજ મધ્યે 176 મા ફ્રી મેગા આઈ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. ત્રિ દિવસીય આ કેમ્પમાં કચ્છ જિલ્લાના અલગ ગામોમાંથી આવેલા 111 જરૂરીયાતમંદ દર્દીઓના આંખના ફ્રી ઓપરેશન કરાવાયાં.
આ પ્રસંગે કેમ્પના દાતાશ્રી “સમાજરત્ન” શ્રી વિનોદભાઈ પુરૂષોત્તમભાઈ સોલંકી, શ્રીમતી નીતાબેન વિનોદભાઈ સોલંકી, MJF લાયન મોહિતભાઈ વિનોદભાઈ સોલંકી, શ્રીમતી ઋતુબેન મોહિતભાઈ સોલંકી, શ્રીમતી મૈત્રીબેન સુમીતકુમાર ખોડિયાર, ચિ. વિહાની મોહિતભાઈ સોલંકી, ચિ. ધ્યેય મોહિતભાઈ સોલંકી ઉપસ્થિત રહ્યા હતા.
દાતાશ્રી વિનોદભાઈએ જણાવ્યું હતું કે, અમો આ કેમ્પના દાતા બન્યા છીએ એ એક નિમિત્ત માત્ર છે. સંસારમાં ચાલતા સર્વે કાર્યો એકમાત્ર પરમપિતા પરમાત્મા ચલાવે છે. અને આ હોસ્પિટલ એક મંદિર છે જેમાં આ સેવાયજ્ઞ ચાલે છે, જેમાં અમે માત્ર એક આહૂતિ આપવાનું કાર્ય કર્યું છે. જેની માટે અમો પરમાત્માના આભારી છીએ.
ઉપસ્થિત મંચસ્થ મહાનુભાવોએ વિનોદભાઈ વિશે જણાવતા કહ્યું હતું કે, તેઓના પિતા દ્વારા મળેલા સેવાના સંસ્કારથી તેઓ અવિરત સમાજની સેવા કરી રહ્યા છે. ગાય-કુતરા માટે રોજ રોટલાની સેવા, વિધવા બહેનો માટે દર મહિને પેન્શનની સેવા, ગાયો માટે ચારો, સમાજના સંકુલો માટે આર્થિક સેવા જેવી અનેક સેવાઓ તેઓ કરી રહ્યા છે.
મુખ્ય મહેમાનશ્રીઓમાં ગં સ્વ જ્યોતિબેન મહેશભાઈ સોલંકી (માધાપર), ડો. શ્રી મનોજભાઈ પુરૂષોત્તમ સોલંકી પરિવાર (માધાપર), શ્રીમતી ઈન્દિરાબેન મનોજભાઈ સોલંકી, શ્રી હરિભાઈ ગોપાલભાઈ ડાંગર પરિવાર (નાડાપા), શ્રી સુમીતકુમાર અનિલભાઈ ખોડીયાર (અંજાર), ગં.સ્વ. નયનાબેન રમેશભાઈ ચૌહાણ પરિવાર (ગાંધીધામ), શ્રી ભરતભાઈ કાંતિલાલ વેગડ વેવાઈ (અંજાર) ઉપસ્થિત રહ્યા હતા.