
ભુજ
માધાપરના વતની અને હાલ યુ.કે. નિવાસી ગં.સ્વ. સવિતાબેન વેલજી ગામી તરફથી સ્વ. અમરબેન ખીમજી ગામી, સ્વ. વેલજીભાઈ ખીમજી ગામીના આત્મશ્રેયાર્થે હસ્તે શિવજીભાઈ લાલજી હિરાણી (નારાણપર પસાયતી) દ્વારા LNM લાયન્સ હોસ્પિટલ ભુજ મધ્યે 177 મા ફ્રી મેગા આઈ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. ત્રિ દિવસીય આ કેમ્પમાં કચ્છ જિલ્લાના અલગ અલગ ગામોમાંથી આવેલા 93 જરૂરીયાતમંદ દર્દીઓના આંખના ફ્રી ઓપરેશન કરાવાયાં.
મુખ્ય મહેમાનશ્રી શિવજીભાઈ લાલજી હિરાણી, શ્રીમતી શાંતાબેન શિવજી પટેલ (નારાણપર પસાયતી), શ્રીમતી પ્રેમબાઈ વિશ્રામ ખેતાણી, શ્રી રવજીભાઈ રામજી પીંડોરીયા, શ્રી ભીમજીભાઈ લાલજી ગામી, શ્રી કાનજીભાઈ ભીમજી હિરાણી, શ્રી રઘુનાથભાઈ અરજણભાઈ ટાંક, શ્રી કાનજીભાઈ રામજી ભંડેરી, શ્રી જગદીશભાઈ દરજી (નારાણપર પસાયતી) વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
સર્વેએ હોસ્પિટલના તમામ વિભાગોની મુલાકાત લીધી હતી. હોસ્પિટલની સેવાકીય પ્રવૃત્તિ નિહાળી સૌ પ્રભાવિત થયા હતા. હોસ્પિટલની પરંપરા પ્રમાણે દાતા પરિવારનું પાઘડી, શાલ, સન્માનપત્ર તથા મોમેન્ટોથી સ્વાગત કરાયું હતું. જ્યારે અન્ય ઉપસ્થિત તમામ મહેમાનોનું શાલ અને મોમેન્ટોથી સન્માન કરવામાં આવ્યું હતું.
કચ્છ જિલ્લાના અલગ અલગ ગામોમાં હોસ્પિટલની ટીમ દ્વારા ફ્રી આઈ ચેક કેમ્પનું આયોજન કરી સેંકડો લોકોના ચેક અપ બાદ આ દર્દીઓને ઓપરેશનની તાતી જરૂરિયાત જણાતાં તેઓને લાયન્સ હોસ્પિટલ ભુજ મધ્યે ફ્રી ઓપરેશન કરાવવા માટે બોલાવવામાં આવ્યા હતા.
હોસ્પિટલના ચેરમેન લાયન ભરત એ. ડી. મહેતાએ સર્વેને હોસ્પિટલની પ્રવૃત્તિઓ વિશે વિગતવાર માહિતી આપી હતી. કાર્યક્રમનું સંચાલન લાયન પ્રફુલ શાહ અને પ્રોજેક્ટ કો-ઓર્ડિનેટર MJF લાયન હીરજી વરસાણીએ આભાર વિધિ કરી હતી. લાયન શૈલેન્દ્ર રાવલ, લાયન રોહિત જોશી, લાયન વ્યોમા મહેતા તેમજ અન્ય લાયન મેમ્બર્સ અને આંખના ઓપરેશન કરાવવા આવનાર દર્દીઓના સગા અને ડાયાલિસિસ કરાવતા દર્દીઓના સગા પણ ઉપસ્થિત રહ્યા હતા.