
ભુજ, તા. 10-02-2025
ગામ દેશલપર (વાંઢાય)ના વતની અને યુ.કે. નિવાસી શ્રી બેચરભાઈ રવજીભાઈ પટેલ (પોકાર) અને શ્રીમતી વિજ્યાબેન બેચરભાઈ પટેલ (પોકાર) પરિવાર તરફથી માતૃશ્રી સ્વ. ધનબાઈ રવજી પટેલ (પોકાર)ની 20મી પુણ્યતિથિ નિમિત્તે અને પિતાશ્રી સ્વ. રવજીભાઈ પોકારના આત્મશ્રેયાર્થે માનવસેવાના કાર્યોમાં મદદરૂપ થવા અર્થે LNM લાયન્સ હોસ્પિટલને રૂા. 50,000/- નું દાન અર્પણ કરવામાં આવ્યું હતું. દાન અર્પણ કરતી વખતે શ્રી મણીલાલ કરસન પોકાર, શ્રીમતી ઉર્મિલાબેન મણીલાલ પોકાર, શ્રી શિવજીભાઈ ધોળુ ઉપસ્થિત રહ્યા હતા.
દાનની રકમ હોસ્પિટલના ચેરમેન લાયન ભરતભાઈ મહેતા દ્વારા સ્વિકારવામાં આવેલ અને દાતાશ્રીનો આભાર માનેલ.