
ભુજ, તા. 11-02-2025
ગામ માનકુવાના વતની અને યુ.કે. નિવાસી શ્રી મનજીભાઈ શામજી પીંડોરીયા અને શ્રીમતી કાંતાબેન મનજી પીંડોરીયા પરિવાર તરફતી માનવસેવાના કાર્યોમાં મદદરૂપ થવા અર્થે LNM લાયન્સ હોસ્પિટલને રૂા. 100,000/- નું દાન અર્પણ કરવામાં આવ્યું હતું. દાન અર્પણ કરતી વખતે શ્રી જાદવજીભાઈ કેરાઈ અને શ્રીમતી રામબાઈ જાદવજી કેરાઈ ઉપસ્થિત રહ્યા હતા.
દાનની રકમ હોસ્પિટલના ચેરમેન લાયન ડો. ભરતભાઈ મહેતા (PhD) અને લાયન નિખીલ શાહ દ્વારા સ્વિકારવામાં આવેલ અને દાતાશ્રીનો આભાર માનેલ.