
ભુજ, તા. 28–01–2025
મૂળ કેરા ગામના હાલે યુકે નિવાસી લાલજીભાઈ વેલજીભાઈ ભુવા તરફ થી માનવસેવાના કાર્યોમાં મદદરૂપ થવા અર્થે LNM લાયન્સ હોસ્પિટલને રૂા. 20000– નું દાન અર્પણ કરવામાં આવ્યું હતું. દાન અર્પણ કરતી વખતે વાલબાઈ લાલજીભાઈ ભુવા હાજર રહ્યા હતા, દાનની રકમ લાયન અભય શાહ અને લાયન સંજય ઠક્કર દ્વારા સ્વીકારવામાં આવેલ અને દાતાશ્રીનો આભાર માનેલ.