
ભુજ
લાયન્સ ક્લબ્સ ઈન્ટરનેશલના ડિસ્ટ્રીક્ટ 3232 J અને ડિસ્ટ્રીક્ટ 3231-A3 ઈન્ટર ટ્વિનીંગ પ્રોજેક્ટ લાયન્સ ક્લબ ઓફ બોમ્બે વિલે પાર્લે વેસ્ટ દ્વારા પારસ એક્સપોર્ટસ, જામનગર તરફથી લાયન્સ હોસ્પિટલ ભુજ મધ્યે 182મો ફ્રી મેગા આઈ ઓપરેશન કેમ્પ યોજાઈ ગયો. જેમાં આંખના 92 જરૂરીયાતમંદ દર્દીઓના ફ્રી ઓપરેશન કરવામાં આવ્યાં.
લાયન્સ ક્લબ ઓફ બોમ્બે વિલે પાર્લે વેસ્ટના મેમ્બર અને જામનગર વતની એવા દાતાશ્રી MJF લાયન ડો. અશોક મારૂ અને લાયન હંસા મારૂ પરિવાર તરફથી આ કેમ્પ સ્પોન્સર કરવામાં આવ્યો હતો. અને બીજા 500 આંખના ઓપરેશન માટે પણ દાન જાહેર કર્યું હતું. તેઓ છેલ્લા 35 વર્ષથી લાયન્સ સાથે જોડાયેલા છે.
લાયન્સ ક્લબ ઓફ બોમ્બે વિલે પાર્લે વેસ્ટમાંથી લાયન મેમ્બર્સ ઉપસ્થિત રહ્યા હતા જેમાં, લાયન કેતન હરીયા-પ્રમુખ, લાયન સુરેન્દ્ર હરિયા-સેક્રેટરી, લાયન ભૂપેન્દ્ર બૌઆ-ટ્રેઝરર, લાયન ભાવિન શેઠિયા, લાયન બીના કેતન હરિયા, લાયન અજીત મોતા, લાયન અમૃતબેન મોતા, લાયન હેમંત મારુ, લાયન ભરત શેઠિયા, લાયન શૈલેષ ગોગરી, લાયન જનક ગાલા, લાયન મયુર દેઢિયા, લાયન ભાવેશ વિસરિયા, લાયન ઈન્દુબેન વિસરીયા, શ્રી રાજેશભાઈ ગાલા, લાયન ભરત શેઠીયા નો સમાવેશ થાય છે.
લાયન્સ ક્લબ ઓફ ભુજમાંથી લાયન અભય શાહ, લાયન અશોક ઝવેરી, લાયન શૈલેન્દ્ર રાવલ, લાયન હીરજી વરસાણી, લાયન નવીન મહેતા, લાયન ચંદ્રકાંત સોની વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
સર્વેએ હોસ્પિટલના તમામ વિભાગોની મુલાકાત લીધી હતી. હોસ્પિટલની સેવાકીય પ્રવૃત્તિ નિહાળી સૌ પ્રભાવિત થયા હતા. હોસ્પિટલની પરંપરા પ્રમાણે દાતા પરિવારનું પાઘડી, શાલ, સન્માનપત્ર તથા મોમેન્ટોથી સ્વાગત કરાયું હતું. જ્યારે અન્ય ઉપસ્થિત તમામ મહેમાનોનું શાલ અને મોમેન્ટોથી સન્માન કરવામાં આવ્યું હતું. હોસ્પિટલના ચેરમેન લાયન ભરત એ. ડી. મહેતાએ સર્વેને હોસ્પિટલની પ્રવૃત્તિઓ વિશે વિગતવાર માહિતી આપી હતી.