
ભુજ
સ્વ. ધનુબેન કરસન પોકાર અને સ્વ. કરસન વાલજી પોકારના આત્મશ્રેયાર્થે પરિવારજનો શ્રીમતી ઉર્મિલાબેન મણીલાલ પોકાર, શ્રી મણીલાલ કરસન પોકાર (ધ જેયન ફાઉન્ડેશન), વિમલ-રોશની, નિકેશ-આરતી, કેયન, જયના (કુરબોઈ-યુકે) તરફથી લાયન્સ હોસ્પિટલ ભુજ મધ્યે કચ્છના આંખના જરૂરીયાતમંદ 111 દર્દીઓના ફ્રી ઓપરેશન કરાવાયાં. ફ્રી આઈ કેમ્પ નં. 185 નું આયોજન LNM લાયન્સ હોસ્પિટલ ભુજ મધ્યે કરવામાં આવ્યું. જેમાં કચ્છના અલગ અલગ ગામોના દર્દીઓએ પોતાની આંખના મોતિયાના ઓપરેશન કરાવવા આવ્યા હતા. લાયન્સ હોસ્પિટલની આંખ વિભાગની ટીમ દ્વારા અલગ અલગ ગામોમાં જઈ પહેલા ગામલોકોના ફ્રી આઈ સ્ક્રીનીંગ કર્યા હતા. જેમાં જે લોકોને મોતિયાના ઓપરેશનની જરૂર હોય તેઓને હોસ્પિટલમાં ફ્રી ઓપરેશન માટે બોલાવવામાં આવ્યા હતા. અને દાતા પરિવારના સહયોગથી તમામના ઓપરેશન વિનામૂલ્યે કરવામાં આવ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ મણીલાલભાઈ તરફથી હોસ્પિટલને ડાયાલિસિસ મશીનની ભેટ પણ આપવામાં આવેલ હતી. તેઓ મુળ કુરબોઈ ગામના છે અને અત્યારે લંડનમાં નિવાસ કરે છે. તેઓ જ્યારે પણ વતનમાં આવે છે ત્યારે અવારનવાર હોસ્પિટલની મુલાકાત લેતા હોય છે અને યથાશક્તિ સેવા આપતા હોય છે.
લાયન્સ હોસ્પિટલ ભુજ દ્વારા અત્યાર સુધીમાં 40,000 થી વધુ આંખના ફ્રી ઓપરેશનો કરવામાં આવ્યા છે. જે તમામ કચ્છના અલગ અલગ ગામોમાંથી આવતા દાતાઓ દ્વારા કરાવવામાં આવે છે.
હોસ્પિટલના ચેરમેન MJF લાયન ભરત મહેતા, ફર્સ્ટ વાઈસ ડિસ્ટ્રીક્ટ ગવર્નર MJF લાયન અભય શાહ, લાયન્સ ક્લબ ઓફ ભુજના પ્રેસિડેન્ટ MJF લાયન અજીતસિંહ રાઠોડ, લાયન વિપુલ જેઠી, લાયન અનુપ કોટક, લાયન મનસુખ શાહ, લાયન વ્યોમા મહેતા વગેરેએ કેમ્પમાં હાજરી આપી અને સેવા આપી હતી.