
ભુજ, તા. 13-02-2024
માધાપરના અને લંડન નિવાસી દાતાશ્રી વીરબાઈ પ્રેમજી ગોરસીયા તરફથી ભુજ લાયન્સ હોસ્પીટલને એક ડાયાલિસીસ મશીનનું દાન રૂા. 7,50,000/- મળેલ છે. જેનો લોકાર્પણ સમારોહ લાયન્સ ક્લબ ઓફ ભુજના મેમ્બર્સની ઉપસ્થિતિમાં હોસ્પિટલ મધ્યે યોજાઈ ગયો.
અત્રે ઉલ્લેખનીય છે કે, દાતાશ્રી વીરબાઈ વિલ્સડન યુકેમાં રહે છે. તેઓ અત્યારે નિવૃત્ત જીવન ગુજારી રહ્યા છે અને વિલ્સડન શ્રી સ્વામિનારાયણ મંદિરમાં સેવા આપે છે. તેઓએ પોતાની પેન્શનમાંથી બચત કરેલી મુડીમાંથી આ મશીન ભેટ આપેલ છે.
મશીનના લોકાર્પણના કાર્યક્રમની શરૂઆત સર્વે મહેમાનોના વાજતે ગાજતે સ્વાગત બાદ દિપપ્રાગટ્યથી થઈ હતી. હોસ્પિટલની પરંપરા પ્રમાણે દાતા પરિવાર અને મહેમાનોને સ્વાગત અને સન્માન આપવામાં આવ્યું હતું. સર્વેએ હોસ્પિટલના તમામ વિભાગોની મુલાકાત લીધી હતી. હોસ્પિટલની સેવાકીય પ્રવૃત્તિ નિહાળી સૌ પ્રભાવિત થયા હતા. ત્યારબાદ યોજાયેલ સમારંભમાં દાતા પરિવારનું પાઘડી, શાલ, સન્માનપત્ર તથા મોમેન્ટોથી સ્વાગત કરાયું હતું. જ્યારે અન્ય ઉપસ્થિત તમામ મહેમાનોનું શાલ અને મોમેન્ટોથી સન્માન કરવામાં આવ્યું હતું.
હોસ્પિટલના ચેરમેન MJF લાયન ભરત એ. ડી. મહેતાએ હોસ્પિટલની સેવાકીય પ્રવૃત્તિઓથી સર્વેને વાકેફ કર્યા હતા. અને ફ્રી કિડની ડાયાલિસિસ કરાવતાં દર્દીઓના પરિવાર વતી દાતાશ્રીનો દિલથી આભાર માન્યો હતો.
મુખ્ય મહેમાનોમાં ઓસ્ટ્રેલિયાથી શ્રી જાદવજીભાઈ લાછાણી, શ્રીમતી નંદાબેન જાદુભાઈ લાછાણી, શ્રી પ્રનૈલ જાદુભાઈ લાછાણી, શ્રી કેવલ જાદુભાઈ લાછાણી, લાયન ધનુબેન કુરજી કેરાઈ, શ્રીમતી અમૃતબેન રમેશ વરસાણી, શ્રીમતી કાંતાબેન રવજી ગોરસીયા, શ્રી રવજીભાઈ મેઘજી ગોરસીયા, લાયન મનજીભાઈ કારા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
પ્રોજેક્ટ કો-ઓર્ડિનેટર તરીકે લાયન કુરજી અરજણ કેરાઈ દ્વારા સેવા અપાઈ હતી. કાર્યક્રમનું સંચાલન લાયન અભય શાહ અને આભાર વિધિ લાયન નવીન મહેતાએ કરી હતી. લાયન મેમ્બર્સ અને આંખના ઓપરેશન કરાવવા આવનાર દર્દીઓના સગા અને ડાયાલિસિસ કરાવતા દર્દીઓના સગા પણ ઉપસ્થિત રહ્યા હતા.