
ભુજ
ગામ હીરાપર, તા.અંજારના દાતા પરિવાર તરફથી પ.પૂ. શ્રી ત્રિકમદાસજી મહારાજ (મહંતશ્રી સચિદાનંદ મંદિર અંજાર)ની પ્રેરણાથી અને પિતાશ્રી સ્વ. કરસનભાઈ જીવાભાઈ કેરાસીયા અને માતૃશ્રી સ્વ. હિમાબેન કરસનભાઈ કેરાસીયાના આત્મશ્રેયાર્થે તેમજ ચિ. વિજય, ચિ. હિરેન, ચિ. કેતન, ચિ. આનંદ અને ચિ.નિકેતનના શુભ લગ્નપ્રસંગ નિમિત્તે લાયન્સ હોસ્પિટલ ભુજ મધ્યે આંખના 98 જરૂરીયાતમંદ દર્દીઓના ફ્રી ઓપરેશન કરાવાયાં. LNM લાયન્સ હોસ્પિટલ ભુજ મધ્યે 181 મા આંખના ફ્રી નેત્રમણી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું.
દાતા પરિવારના માતૃશ્રી ગં.સ્વ. ફુલાબેન કરસનભાઈ કેરાસીયા, શ્રી જખરાભાઈ કરસનભાઈ કેરાસીયા, શ્રી માદેવાભાઈ કરસનભાઈ કેરાસીયા,શ્રી ત્રિકમભાઈ કરસનભાઈ કેરાસીયા, શ્રી હરિભાઈ કરસનભાઈ કેરાસીયા, શ્રીમતી શાંતીબેન જખરાભાઈ કેરાસીયા, શ્રીમતી ડાઈબેન માદેવાભાઈ કેરાસીયા (સરપંચશ્રી), શ્રીમતી કંકુબેન ત્રિકમભાઈ કેરાસીયા, શ્રીમતી ગીતાબેન હરિભાઈ કેરાસીયા, શ્રી રાધાભાઈ જીવાભાઈ કેરાસીયા ઉપસ્થિત રહ્યા હતાં.
દાતા પરિવારના શ્રી જખરાભાઈએ પોતાના વક્તવ્યમાં જણાવ્યું કે, અમારા પરિવારના પાંચ દિકરાઓના લગ્નની ઉજવણી અંતર્ગત અમો મોટા પાયે રિસેપ્શન કરવાનો અમારો વિચાર હતો. પરંતુ ત્યારબાદ અમે વિચાર્યું કે, તેના બદલે માનવસેવાના કાર્યમાં આ રૂપિયા વાપરવા જોઈએ. ત્યારબાદ પરિવારના સર્વે સભ્યોએ પણ આ સંકલ્પ માટે સંમતિ આપી. સેવા ક્યાં કરવી તેના માટે પણ ઘણા વિકલ્પ અમારી સામે હતા તેમાંથી LNM લાયન્સ હોસ્પિટલની પસંદગી કરવામાં આવી અને આ કેમ્પ કરવાનો નિર્ણય લીધો. કારણ કે, તેઓએ તાજેતરમાં જ પોતાના જ પરિવારના એક વ્યક્તિનું ઓપરેશન કરાવેલ અને હોસ્પિટલની સેવાથી તેઓ ખૂબ જ પ્રભાવિત થયેલ.
લાયન્સ ક્લબ ઓફ ભુજમાંથી લાયન અભય શાહ, લાયન શૈલેન્દ્ર રાવલ, લાયન નવીન મહેતા વગેરે લાયન મેમ્બર ઉપસ્થિત રહ્યા હતા.