
ભુજ
પ્રીન્સ હોટલ ભુજના માલિક શ્રી ભાનુભાઈ લાલજી પલણ પરિવાર તરફથી 179 મા ફ્રી મેગા આઈ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. ત્રિ દિવસીય આઈ કેમ્પમાં કચ્છ જિલ્લાના અલગ ગામોમાંથી આવેલા 94 જરૂરીયાતમંદ દર્દીઓના આંખના ફ્રી ઓપરેશન કરાવાયાં.
દાતા પરિવારના શ્રી ભાનુકાંત લાલજી પલણ, શ્રી રમેશભાઈ બી. ઠક્કર, શ્રીમતી સંધ્યાબેન આર. ઠક્કર, શ્રી પરમભાઈ આર. ઠક્કર, શ્રીમતી બંસરીબેન પી. ઠક્કર, ચિ. ભક્તિ આર. ઠક્કર, ચિ. પુજા આર. ઠક્કર, શ્રીમતી ઉષાબેન બિપીનભાઈ ઠક્કર, શ્રીમતી પ્રીતિબેન ભરતભાઈ ઠક્કર ઉપસ્થિત રહ્યાં હતા.
મુખ્ય મહેમાશ્રીઓમાં શ્રી પંકજભાઈ મહેતા, શ્રી નારાણજી કલુભા જાડેજા, શ્રી મણીલાલ ઠક્કર, શ્રી નિલેશભાઈ ચંદે, લાયન મનિષભાઈ મોરબીયા, શ્રી રાજુભાઈ શાહ, શ્રી અલ્પેશભાઈ ચંદે, શ્રી સી. ડી. ગોર, શ્રી મહેન્દ્રભાઈ ઠક્કર, રોટે. ભુપેશભાઈ ઠક્કર, શ્રી મનોજભાઈ ઠક્કર, શ્રી જે. કે. ઠક્કર, શ્રી રામદેવસિંહ જાડેજા, શ્રી દિપેશભાઈ ઠક્કર, શ્રી જગદીશભાઈ ઠક્કર, શ્રી હિતેશભાઈ ઠક્કર, શ્રી રાજેશભાઈ મહેતા, શ્રી એ. કે. વ્યાસ, શ્રી રાજેશભાઈ ઠક્કર ઉપસ્થિત રહ્યાં હતા.
લાયન્સ ક્લબમાંથી લાયન અભય શાહ, લાયન શૈલેન્દ્ર રાવલ, લાયન શૈલેષ માણેક, લાયન મનસુખ શાહ, લાયન વાડીલાલ ઠાકરાણી વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
સર્વેએ હોસ્પિટલના તમામ વિભાગોની મુલાકાત લીધી હતી. હોસ્પિટલની સેવાકીય પ્રવૃત્તિ નિહાળી સૌ પ્રભાવિત થયા હતા. હોસ્પિટલની પરંપરા પ્રમાણે દાતા પરિવારનું પાઘડી, શાલ, સન્માનપત્ર તથા મોમેન્ટોથી સ્વાગત કરાયું હતું. જ્યારે અન્ય ઉપસ્થિત તમામ મહેમાનોનું શાલ અને મોમેન્ટોથી સન્માન કરવામાં આવ્યું હતું.
કચ્છ જિલ્લાના અલગ અલગ ગામોમાં હોસ્પિટલની ટીમ દ્વારા ફ્રી આઈ ચેક કેમ્પનું આયોજન કરી સેંકડો લોકોના ચેક અપ બાદ આ દર્દીઓને ઓપરેશનની તાતી જરૂરિયાત જણાતાં તેઓને લાયન્સ હોસ્પિટલ ભુજ મધ્યે ફ્રી ઓપરેશન કરાવવા માટે બોલાવવામાં આવ્યા હતા.