
ભુજ
શ્રી મણીલાલ હરચંદભાઈ મહેતા પરિવાર તરફથી શ્રી રમણીકભાઈ (આર.મહેતા) તથા શ્રીમતી કમલાબેનના લગ્નજીવનના 50 વર્ષની પૂર્ણાહુતિ નિમિત્તે લાયન્સ હોસ્પિટલ ભુજ મધ્યે 180 મા ફ્રી મેગા આઈ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. ત્રિ દિવસીય આઈ કેમ્પમાં કચ્છ જિલ્લાના અલગ ગામોમાંથી આવેલા 92 જરૂરીયાતમંદ દર્દીઓના આંખના ફ્રી ઓપરેશન કરાવાયાં. લાયન્સ હોસ્પિટલ દ્વારા અત્યાર સુધીમાં 40,000 હજારથી વધુ આંખના મોતિયાના ઓપરેશન અને 176,000 થી વધુ ફ્રી ડાયાલિસિસ થઈ ચુક્યાં છે.
દાતાશ્રી રમણીકભાઈએ પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે, આજથી 6 મહિના પહેલા જ્યારે મેં આ હોસ્પિટલની મુલાકાત લીધી ત્યારે મને અહીંની પ્રવૃત્તિઓએ ખૂબ જ પ્રભાવિત કર્યો હતો. અને મારા મનમાં એવો ભાવ પ્રગટ થયો કે હું પણ આ સંસ્થામાં કોઈક સેવા કાર્ય કરૂં અને મેં આ આઈ કેમ્પની જાહેરાત તે વખતે જ કરી દીધી હતી. અને અમારા લગ્નની 50મી વર્ષગાંઠે અને લાયન્સ ક્લબ ઓફ ભુજના 50માં વર્ષમાં આ સંકલ્પ પરિપૂર્ણ થતાં અનેરો આનંદ થયો હતો. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, જ્યારે પણ આપણે આવા માહોલમાં હાજરી આપીએ છીએ ત્યારે આપણાં મનમાં આવા સેવાકાર્યોના ભાવ જાગૃત થતાં હોય છે. જ્યારે પણ આવા ભાવ જાગૃત થાય ત્યારે તરત જ તેને જાહેર કરી દેવો જોઈએ. કારણ કે આ ભાવ એક પારા જેવો હોય છે તે જેટલો જલદી ચઢે છે તેટલો જલદી ઉતરી પણ જાય છે અને આપણા આવા સેવાકાર્યો કરવામાંથી વંચિત રહી જઈએ છીએ. એકવાર જાહેર કર્યા પછી પરમાત્માની કૃપાથી કાર્ય આપમેળે પાર પડી જાય છે. અન્ય ઉપસ્થિત મહેમાનોએ પણ લગ્નતિથિની આ રીતે ઉજવણી કરવાના આઈડીયાને બિરદાવ્યો હતો. તેમજ હોસ્પિટલના કાર્યોને પણ બિરદાવ્યા હતા. લગ્નની 50મી વર્ષગાંઠની ઉજવણી ફ્રી આઈ કેમ્પની સેવા દ્વારા કરવાનો લાયન્સ ઈતિહાસમાં આ પ્રથમ કિસ્સો બન્યો હતો. આનાથી અન્ય લોકોને પણ આ રીતે ઉજવણીની પ્રેરણા મળશે.
દાતા પરિવાર અને મુખ્યમહેમાનોમાં શ્રી પારસભાઈ મહેતા, શ્રીમતી વર્ષાબેન પારસભાઈ મહેતા, શ્રી ધર્મેશભાઈ મહેતા, શ્રીમતી હેમાંગીબેન ધર્મેશભાઈ મહેતા, શ્રી મનોજભાઈ વોરા, શ્રીમતી હેતલબેન મનોજભાઈ વોરા, શ્રી દલીચંદભાઈ મણીલાલ મહેતા, શ્રી ધીરજભાઈ મણીલાલ મહેતા, શ્રી મહેન્દ્રભાઈ મણીલાલ મહેતા, શ્રી કમલનયન એ. ડી. મહેતા, શ્રી નરેન્દ્રભાઈ ચમનલાલ શાહ, શ્રી વેલજીભાઈ ગણેશભાઈ મહેતા, શ્રી મુકેશભાઈ વનેચંદભાઈ ગઢેચા, શ્રી રીતેશભાઈ રસીકભાઈ સંઘવી, ડો. પુનમચંદ લાલજીભાઈ શાહ, શ્રી જીજ્ઞેશભાઈ રમણીકલાલ દોશી ઉપસ્થિત રહ્યા હતાં.