
ભુજ, તા.17-11-2024
અ.નિ. વેલજીભાઈ ઝીણા વરસાણી, અ.નિ. દેવબાઈ વેલજી વરસાણી, અ.નિ. ધનબાઈ વાલજીભાઈ વરસાણીના આત્મશ્રેયાર્થે દાતાશ્રી વાલજીભાઈ વેલજી વરસાણી/પટેલ (સુખપર-સીસલ્સ) શ્રી હરી ગ્રુપ તરફથી લાયન્સ હોસ્પિટલ ભુજ મધ્યે કચ્છના આંખના 99 જરૂરીયાતમંદ દર્દીઓના ફ્રી ઓપરેશન કરાવાયાં. જેના ત્રિદિવસીય આઈ કેમ્પ નં. 190 નું આયોજન હોસ્પિટલ મધ્યે કરવામાં આવ્યું.
કાર્યક્રમમાં શ્રી વાલજીભાઈ વેલજી વરસાણી, શ્રી કલ્યાણભાઈ માવજી વેકરીયા, શ્રી મહેન્દ્રભાઈ વિશ્રામ રાબડીઆ, શ્રી નારાણભાઈ કાનજી પીંડોરીયા ઉપસ્થિત રહ્યા હતાં.
MJF લાયન અભય શાહે સર્વેને હોસ્પિટલની પ્રવૃત્તિઓ વિશે વિગતવાર માહિતી આપી હતી. લાયન્સ ક્લબ ઓફ ભુજમાંથી ઝોન ચેરમેન લાયન શૈલેન્દ્ર રાવલ, લાયન વ્યોમા મહેતા, લાયન તેજા પાયા તેમજ અન્ય લાયન મેમ્બર્સ અને આંખના ઓપરેશન કરાવવા આવનાર દર્દીઓના સગા અને ડાયાલિસિસ કરાવતા દર્દીઓના સગા પણ ઉપસ્થિત રહ્યા હતા.
સર્વેએ હોસ્પિટલના તમામ વિભાગોની મુલાકાત લીધી હતી. હોસ્પિટલની સેવાકીય પ્રવૃત્તિ નિહાળી સૌ પ્રભાવિત થયા હતા. હોસ્પિટલની પરંપરા પ્રમાણે દાતા પરિવારનું પાઘડી, શાલ, સન્માનપત્ર તથા મોમેન્ટોથી સ્વાગત કરાયું હતું. જ્યારે અન્ય ઉપસ્થિત તમામ મહેમાનોનું શાલ અને મોમેન્ટોથી સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનું સંચાલન લાયન ચેતન ચૌહાણે કર્યું હતું.